________________
કળશ- ૨૦૨
૨૦૯
નામ આવ્યા છે ને? એમાં છે. આહાહા...! યોગી શબ્દ પણ વાપર્યો છે. ઈ બપોરે આવશે. મોક્ષાર્થી શબ્દ છે ને? ત્યાં સંસ્કૃતમાં યોગી લીધા છે. મુમુક્ષુ યોગી, એમ લીધું છે. આહાહા...!
જેને આત્માના અનુભવના રસનો સ્વાદ આવ્યો એ મુમુક્ષુ, એ યોગી છે. જેણે પોતાના સ્વભાવમાં પોતાની પર્યાયને જોડી દીધી છે. રાગથી તોડી દીધી અને સ્વભાવ સાથે જોડી દીધી. આહાહા.! સમજાય છે કાંઈ? એ અપેક્ષાએ તો મુમુક્ષુને પણ યોગી કહેવામાં આવે છે. આહાહા..! આ યોગી એટલે ઓલા બાવા, યોગી-બોગી છે અહીંયાં નથી, હોં! આ તો ભગવાન આત્મા પરમાનંદના રસથી, કસથી ભરેલો, લબાલબ ભરેલો છે એવો “નયત્તિ નામ અનુભવ થયો... આહાહા.... એ સ્વભાવનો સ્વીકાર થયો, એ ત્રિકાળ સ્વભાવનો સત્કાર કર્યો, સત્કાર–સતુ-કાર, સતુનું કાર્ય કર્યું... આહાહા...! તેને યોગી કહેવામાં આવ્યા છે. આહાહા.! સમજાય છે કાંઈ? ચાહે તો સમકિતી ચક્રવર્તીના રાજમાં પડ્યો હોય. આહાહા.! પણ તેની દૃષ્ટિનું જોડાણ તો સ્વભાવ સાથે છે. આહાહા.! સમજાય છે કઈ?
અહીંયાં એ કહ્યું, “શુદ્ધ ચૈતન્યપ્રકાશ...' આહાહા.! “યે રુમમ્ સ્વમાવનિયમ વનન્તિ “કારણ કે.” “તુનો અર્થ કર્યો. “કારણ કે જે.” “મમ્ સ્વમાવનિયમ જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડનું કર્તા નથી રાગનો કર્તા પણ નથી એમ ભેગું લઈ લેવું. “જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ ગુગલપિંડનું કર્તા નથી એવા વસ્તુસ્વભાવને...” અજ્ઞાની જ વનન્તિ '. “ વનન્તિ’ (અર્થાતુ) ન અભ્યસતિ, ન અનુભવતિ. આહાહા! સમજાય છે કાંઈ? પોતાનો સ્વભાવ ચૈતન્ય ભગવાન મહાપ્રભુ બિરાજે છે, તેનો તો સ્વીકાર–અનુભવ નથી અને રાગનો સ્વીકાર અને અનુભવ કરે છે, તે વસ્તુના સ્વરૂપનો નિયમ જાણતા નથી. કેમકે અજ્ઞાની રાગનો કર્તા થાય છે તેને વસ્તુના સ્વરૂપની ખબર નથી. વસ્તુ આત્મા છે એ રાગ કરે કે કર્મ કરે એ વસ્તુના સ્વરૂપમાં નથી. આહાહા.! સમજાય છે કાંઈ?
“ યત્તિ’ વસ્તુ સ્વભાવને “ન વયન્તિ. આહાહા.! ઈ રાગનો કર્તા થાય છે અને કર્મનો કર્તા તો નિમિત્તથી કહેવામાં આવ્યું. કર્તા તો છે નહિ, પુદ્ગલની પર્યાય પુદ્ગલથી થાય છે અને વ્યય પણ તેનાથી થાય છે, પણ અહીંયાં રાગનો કર્યા છે તો પરનો કર્તા છે એમ નિમિત્તથી કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ? તો કહે છે કે, જે કંઈ વસ્તુના સ્વભાવનો નિયમ નામ વાસ્તવિક સ્થિતિ નથી અનુભવતા. આહાહા.! ચૈતન્યદ્રવ્ય જે જ્ઞાયકમૂર્તિ પ્રભુ, તેને જ જયન્તિા (અર્થાતુ) તેનો જેણે અંતર અભ્યાસ કર્યો નથી. અભ્યાસ નામ અનુભવ. આહાહા...! સમજાય છે કાંઈ? આવું ઝીણું છે. લક્ષ્મીચંદભાઈ'! “વીરજીભાઈને પ્રેમ છે પણ આ વસ્તુ કોઈ એવી છે જુદી જાતની. બહારના પૈસામાં માણસ ગુંચાઈ જાય. કરોડ મળ્યા ને બે કરોડ મળ્યા ને ધૂલ મળી ને... અર.૨! બાપુ એ ચીજ તો જડ છે ને, ભાઈ! એ જડ તારી ક્યાંથી થઈ ગઈ? અહીં તો રાગનો કર્તા થાય છે તો મૂઢ છે, એમ કહે છે. આહાહા.. લક્ષ્મી ને શરીર ને સ્ત્રી ને કુટુંબ ને એ તો પરદ્રવ્ય અને