________________
૨૦૮
કલશામૃત ભાગ-૬
શાયકભાવ આવિર્ભાવ થયો, એમ પાઠ છે. તો શાયક તો શાયક જ છે, એ આવિર્ભાવ કે તિરોભૂત ક્યારેય થતો નથી. સમજાય છે કાંઈ? પણ અજ્ઞાનમાં તેનો ખ્યાલ નહોતો, ભાન નહોતું એ કારણે જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો એમ કહેવામાં આવ્યું અને ભાન થયું કે આ તો ચૈતન્યમૂર્તિ શાયક છે, એવું સમ્યગ્દર્શનમાં ભાન આવ્યું તો આવિર્ભાવ થઈ ગયો અથવા શાયક તો શાયક છે જ પણ ખ્યાલમાં આવ્યો માટે આવિર્ભાવ થયો એમ કહેવામાં આવ્યું. આહાહા..! સમજાય છે કાંઈ? ભાઈ! અધ્યાત્મમાર્ગ સૂક્ષ્મ છે. આહાહા..! આ કોઈ કથા, વાર્તા નથી. આ તો ભગવત્ કથા આત્માની કથા છે. આહા..!
કહે છે, જ્ઞાયકભાવ અજ્ઞાનભાવથી આચ્છાદિત થઈ ગયો છે. આહાહા..! છે ને? અજ્ઞાનની વ્યાખ્યા મિથ્યાત્વ કરી. મિથ્યાત્વરૂપ ભાવના કા૨ણે આચ્છાદવામાં આવ્યો છે...’ કોણ? શુદ્ધ ચૈતન્યપ્રકાશ જેનો.' એ. આહાહા..! દ્રવ્ય સ્વભાવ. દ્રવ્ય સ્વભાવ કોઈ ઢંકાય અને ખૂલે એવું છે નહિ. એ તો પર્યાયમાં ભાન નથી એને ઢંકાઈ ગયો કહેવામાં આવ્યું અને ભાન થયું તો પ્રગટ થયો એમ કહેવામાં આવ્યું. એ તો છે ઇ છે, જ્ઞાયક ત્રિકાળ દ્રવ્ય. સમજાય છે કાંઈ? આહાહા..! પણ જેને પોતાના શાયક સ્વભાવ ઉપ૨ અંદરમાં અસ્તિત્વની પ્રતીતિ આવી નથી, આ અસ્તિત્વ હું પરમાનંદ સ્વરૂપ અસ્તિત્વ છું, મારી હયાતી જ પૂર્ણ જ્ઞાન અને આનંદથી છે, એવી હયાતીની જેને કબુલાત નથી, અનુભવમાં નથી, એમ હવે તો લેશે, તે રાગને જ પોતાનો માની આખા આત્માને ઢાંકી દીધો છે. આહાહા..! સમજાય છે કાંઈ?
કોણ ઢંકાઈ ગયો છે? મહા:”, “મહાઃ”. ‘શુદ્ધ ચૈતન્યપ્રકાશ...' આહાહા..! ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ પ્રકાશ, એ ઢંકાઈ ગયો છે. પર્યાયમાં ભાન નથી એટલે ઢંકાઈ ગયો એમ કહ્યું. બાકી છે ઇ તો છે જ. આહાહા..! સમજાય છે કાંઈ? ‘तु ये इमम् स्वभावनियमं ન નયન્તિ પહેલા વાંકા, ભિખારી કીધા ને? આહાહા..! અરે..! પ્રભુ! ભગવાન થઈને તું ભિક્ષા માગે છે? મારે રાગ જોઈએ ને રાગ હોય તો મને લાભ થાય, વ્યવહા૨ રત્નત્રયનો ભાવ શુભરાગ છે એ શુભરાગથી મને લાભ છે, એ તો ભિખારી–રાંકો થઈ ગયો. ૫૨માં માગે છે, વસ્તુ કંઈ ત્યાં છે? આહાહા..! સમજાય છે કાંઈ?
વાંકા કહીને તો અર્થકારે મિથ્યાદૃષ્ટિ જીવરાશિ કહ્યું. એનો અર્થ ઇ કે, જેને આ વસ્તુની સ્થિતિની ખબર નથી, એનો અનુભવ નથી તો એ વાંક–ભિખારી મિથ્યાદૃષ્ટિ જીવરાશિ પોતાના સ્વરૂપને અજ્ઞાનમાં મગ્ન થઈને ઢાંકી ધ્યે છે. આહાહા..! થોડા શબ્દો છે પણ અંદર ભાવ ઘણા છે. આહાહા..! આ તો સંતોની વાણી છે, પ્રભુ! આહાહા..! સુખીયા જગતમાં સંત, દુરીજન દુ:ખીયા' સંતની વ્યાખ્યા મુનિ જ એમ કંઈ ત્યાં નથી. સંતની વ્યાખ્યા તો સમકિતદૃષ્ટિને પણ સંત કહે છે. સમયસાર નાટક' છે ને? એમાં પહેલા ઘણા નામ આવ્યા છે. ત્યાં સંત શબ્દ પણ વાપર્યો છે. (સંત એટલે) સમ્યગ્દષ્ટિ. સમયસાર નાટકમાં પહેલા