________________
કળશ- ૨૦૨
૨૦૭
અશુદ્ધ પરિણતિ કરે છે;” આહાહા.! સમજાય છે કાંઈ? આહા!
કેવો છે?? કોણ કેવો છે? મિથ્યાષ્ટિ જીવરાશિ. સ્વરૂપની દષ્ટિ, લક્ષ્મીની ખબર નથી એવા મિથ્યાદૃષ્ટિ જીવની રાશિ. એ રાગથી લાભ થશે, રાગ દયા, દાન, વ્રતાદિના પરિણામ, એવા મિથ્યાત્વભાવને-મોહને કરે છે અને રાગ-દ્વેષને કરે છે. આહાહા.! સમજાય છે કાંઈ? કેવી છે જીવરાશિ? “જ્ઞાનમયનHEસ: આહાહા.! “મિથ્યાત્વરૂપ ભાવના કારણે એ રાગનો કર્તા થાય છે, જે આત્માના સ્વભાવમાં રાગને કરવાનો કોઈ શક્તિ, સ્વભાવ છે જ નહિ. આત્માના સ્વભાવમાં, ગુણમાં, શક્તિમાં, સતુના સત્ત્વમાં, સતુ જે ભગવાન આત્મા એનું સત્ત્વ જે સ્વભાવભાવ, એમાં કોઈ સ્વભાવ, શક્તિ રાગને કરે એવી કોઈ શક્તિ છે નહિ. એવા સ્વભાવનો અજાણ્યો પ્રાણી. આહાહા.! અજ્ઞાન નામ મિથ્યાત્વરૂપ પાપના ભાવને કારણે.
“મન“મનની વ્યાખ્યા શું કરી? જુઓ. “આચ્છાદવામાં આવ્યો છે.. આચ્છાદિત થઈ ગયો છે. આહાહા...! ઢંકાઈ ગયો છે, એણે ચૈતન્ય વસ્તુને ઢાંકી દીધી છે. સમજાય છે કાંઈ? છે કે નહિ? “ચંદુભાઈ'. આહાહા.! જ્ઞાનાનંદ, સહજાનંદ સ્વરૂપ પ્રભુ એમાં તો મગ્ન (નથી). “જ્ઞાનમય સ્વરૂપને ઢાંકી દઈ મિથ્યાત્વમાં મગ્ન થઈ ગયો છે. આહાહા...! અજ્ઞાનમાં મગ્ન એટલે મિથ્યાત્વમાં મગ્ન અથવા મિથ્યાત્વથી પોતાનું સ્વરૂપ આચ્છાદિત થયું છે. આહાહા. છે તો ખરું. સમજાય છે કાંઈ?
અગિયારમી ગાથામાં એમ કહ્યું ને? અગિયારમી ગાથા. તિરોભાવ અને આવિર્ભાવબે ભાષા લીધી છે. સંસ્કૃત ટીકામાં છે, અગિયારમી મૂળ ગાથા, જૈનદર્શનનો પ્રાણા! અજ્ઞાનીને આત્મા તિરોભૂત થઈ ગયો છે, એમ ત્યાં કહ્યું છે. જ્ઞાયકભાવ ભૂતાર્થભાવ, ભૂતાર્થ કહ્યું ને એ તિરોભૂત થઈ ગયો છે. તેનો અર્થ, જ્ઞાયકભાવ તિરોભૂત થતો નથી. છતાં પાઠ એવો છે. અગિયારમી ગાથામાં પાઠ એવો છે. આહાહા.. કે, ભગવાનઆત્મા જ્ઞાયકસ્વરૂપ, એની મિથ્યાષ્ટિને કારણે જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. શાકભાવ તો જ્ઞાયકભાવ જ છે પણ એની દૃષ્ટિમાં ઢંકાઈ ગયો તે કારણે ઢંકાઈ ગયો એમ કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ? આચ્છાદિત કહ્યું ને? વસ્તુ આચ્છાદિત થતી નથી). વસ્તુ તો વસ્તુ છે જ. વસ્તુમાં તો કોઈ દિ આવિર્ભાવ પણ થતો નથી અને તિરોભૂત પણ થતી નથી. વસ્તુ તો ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ છે. આહાહા...! સમજાય છે કાંઈ પણ મિથ્યાશ્રદ્ધાને કારણે રાગનો કર્તા થાય છે તે કારણે, વસ્તુનો સ્વભાવ ઢંકાઈ ગયો છે, ઢાંકી દીધો છે. વસ્તુ તો વસ્તુ છે જ. એમ અગિયારમી ગાથામાં સમ્યગ્દર્શનનો વિષય કીધો છે).
મૂલ્યમો સમ્મારિકી વરિ નીવો’ ત્યાં એમ લીધું છે કે, એ જ્ઞાયકભાવનું જેને ભાન નથી અને રાગનો પોતાનો માને છે તેને આત્મા–જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે. તેને તિરોભૂત થઈ ગયો છે. વસ્તુ તો વસ્તુ છે, વસ્તુ તિરોભૂત-આવિર્ભાવ થતી નથી. આહાહા...! તિરોભૂત સમજાય છે? ઢાંકી દીધો છે. આવિર્ભાવ-પ્રગટ થઈ એમ કહેવાય. જ્ઞાનીને