________________
૨૦૬
કલશમૃત ભાગ-૬
મહા સુદ ૧, બુધવાર તા. ૮-૦૨-૧૯૭૮.
કળશ-૨૦૨ પ્રવચન–૨૨૬
૨૦૨ (કળશ). થોડું ચાલ્યું છે, એક લીટી. ફરીને. શ્લોક બોલાઈ ગયો છે. ‘ત તે વરાવ: વર્ષ પુર્વન્તિ’ આહાહા...! અરે. આચાર્ય મહારાજ કહે છે, દુઃખ સાથે મારે કહેવું પડે છે, એમ કહે છે. આહાહા...! “દુઃખની સાથે કહે છે કે...” “તે વર : પોતાની ચીજ આનંદ અને જ્ઞાન લક્ષ્મીથી ભરી છે એની ખબર નથી એવા રાંકા. વરાંકા એટલે રાંકભિખારી. પરમાં પોતાનો લાભ માને છે. રાગ ને દયા, દાન ને વ્રતાદિના પરિણામ, જે પોતામાં છે નહિ તો પોતાની લક્ષ્મી અનંત આનંદ, અનંત જ્ઞાનાદિ સ્વભાવ, એ લક્ષ્મીને તો જાણતો નથી અને વરાંકા રાગ અને દયા, દાન વિકલ્પનો કર્તા થાય છે એ ભિખારી છે. આહાહા...! એમ કહ્યું છે. દુઃખની સાથે કહેવું પડે છે, એમ કહે છે. આહાહા...! કરુણા છે ને કરુણા! અરે.રે...! ખેદની સાથે કહીએ છીએ કે... આહાહા...! એ વરાંકા એટલે રાંકા. એનો અર્થ કર્યો ભાઈએ-મિથ્યાદૃષ્ટિ જીવરાશિ.” કેમ? કે સ્વરૂપનું લક્ષ નથી અને રાગના, દયા, દાન, વ્રતાદિના પરિણામનો કર્તા થાય છે એ મિથ્યાષ્ટિ જીવરાશિ છે. જીવરાશિ હૈ. લ્યો, કોક (હિન્દી શબ્દ) આવી જાય છે. સમજાય છે કાંઈ? આહાહા.!
વરાંકાની વ્યાખ્યા એ કરી કે, મિથ્યાદૃષ્ટિ જીવરાશિ. કારણ કે એકાદ જીવ નથી ને અનંત જીવ મિથ્યાદૃષ્ટિ છે. પોતાની લક્ષ્મી જે આનંદ અને જ્ઞાન સ્વરૂપ ધ્રુવ ચૈતન્ય ભગવાન, તેને તો જાણતો નથી, તેની કિંમત નથી, તેનું માહાત્મ નથી, તે તરફનું વલણ ઝુકાવ નથી.
જ્યાં વસ્તુ પડી છે ત્યાં ઝુકાવ નથી અને જેમાં–રાગાદિમાં વસ્તુ નથી ત્યાં ભિખારી, રાંક તેનો કર્તા થાય છે, એમ કહે છે. આહાહા.! સમજાય છે કાંઈ? થોડું સૂક્ષ્મ છે, ભગવાના
અહીંયાં સ્વરૂપ-લક્ષ્મીને છોડીને જે રાગભાવ આદિ આવે છે, શુભાશુભભાવ, એ મિથ્યાદૃષ્ટિ જીવરાશિ” “ર્મ પુર્વત્તિ' એ “મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ કરે છે.” આહાહા.! આ તો અબજોપતિ ને કરોડોપતિ હોય ને સાધુ હોય, મહા પંચ મહાવ્રત ધારણ કરતા હોય, જેને લાખો માણસ માનતા હોય તોપણ કહે છે કે, અરે..! પ્રભુ તારી લક્ષ્મી જે અંદર આનંદ પડી છે. આહાહા.! અનંત જ્ઞાન, શાંતિ આદિ સ્વભાવ તરફ તો તારી દૃષ્ટિ નથી, એ તરફનો તને અનુભવ નથી. એ આગળ કહેશે હમણાં, “નયન્તિ’, ‘ના વનયત્તિ કહેશે. “ર વયન્તિ’નો અર્થ તેનો અનુભવ નથી અને રાગ ને પુણ્યના પરિણામ ને પાપના પરિણામ ને મિથ્યાદૃષ્ટિ જીવ મોહ (અર્થાતુ) પરમાં સાવધાન રહીને) “રાગ-દ્વેષરૂપ