________________
૨૩૬
કલશામૃત ભાગ-૬
પર્યાયબુદ્ધિ છે, સ્વભાવબુદ્ધિ થઈ નથી અને તું કહે કે, દોષનો કર્તા આત્મા નથી. ભગવાન કહે છે કે, આત્મા દોષનો કર્યાં છે. એ શ્રુતિનો તા૨ી ઉપર કોપ આવે છે અથવા એ શ્રુતિ સાંભળીને તને કોપ થાય છે. આહાહા..! બેય વાત છે. અર્થમાં એમ લીધું છે. ભગવાનની વાણીનો કોપ આવે છે, એમ આપણે આવે છે. મૂળ શબ્દો, મૂળ ‘સમયસાર’ના અર્થમાં. ખબર છે ને. અહીંયાં આમ લીધું છે કે, ઓલાને સાંભળીને કોપ થાય છે. આત્મા કરે? રાગને કરે? નિર્દોષ પ્રભુ આત્મા દોષને કરે? વસ્તુ નિર્દોષ પવિત્ર પ્રભુ એ અપવિત્રતાને કરે?
મુમુક્ષુ :- વેદાંત એમ જ કહે છે.
ઉત્તર :– કહે છે ને. એક વેદાંતી મળ્યો હતો. ત્યાં એક બાવો આવ્યો હતો ને? રાજકોટમાં બાવો આવ્યો હતો. હેં? એ જાણે કે જૈનમાં આવું (કહેનારા) કોણ જાગ્યા? અધ્યાત્મની વાતું? ન્યાં તો ક્રિયા કરવી ને રાગ ક૨વો ને દયા પાળવી ને વ્રત કરવા ને એવું બધું ચાલે. આ વળી જૈનમાં કોણ છે? લાવ ને સાંભળવા જાઉં. વેદાંતી બાવો આવ્યો હતો, ‘બેચ૨ભાઈ’ના મકાનમાં. બેચ૨ભાઈ’નું ઓલું મકાન નહિ? (સંવત) ૧૯૯૯નું ચોમાસુ ત્યાં હતું, ૧૯૯૫માં ઓલી કોર ‘નાનાલાલભાઈ” “મોહનભાઈ’ના મકાનમાં હતું. આવ્યો ને પહેલી વાત મેં કરી, ભાઈ! આત્માની પર્યાય અનિત્ય છે. હૈં? અનિત્ય. ભાગ્યો. જૈનમાં વળી અધ્યાત્મની વાત કરનારા આ તે કોણ છે? ત્યાં તો દયા પાળો, વ્રત કરો, અપવાસ કો, ભક્તિ કરો, પૂજા કરો એવી બધી વાતું ચાલે. હેં? ઇ એમ માનનારો એટલે બિચારો આવ્યો કે, આ કોણ? ત્યાં જ્યાં આ મેં કહ્યું પહેલું, બાપુ! આત્મા અનિત્ય છે. નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. (બાવાને થયું) આત્મા અનિત્ય છે? ભાગ્યો. પર્યાય કોની છે? કીધું. આહાહા..!
આપણે ભાઈ બાવો થયો, નહિ? રાજકોટ’નો સાધુ. માધવાનંદ પણ નામ શું હતું? મોતીલાલજી” વ્યાખ્યાનમાં આવતા હતા ને? (સંવત) ૧૯૮૯, ૧૯૯૫માં વ્યાખ્યાનમાં આવતા હતા. રેલનો મોટો ઉપરી હતો. ૭૦૦-૮૦૦નો પગાર તે દિ' હતો. પછી પરમહંસ થઈને આવ્યો. અમારા વ્યાખ્યાન કાયમ સાંભળતા પણ કાંઈક વાંધા ઉઠ્યા કે ગમે તે, પછી સાધુ થઈ ગયો, ૫૨મહંસ. ઇ પછી ત્યાં આવ્યો. રાજકોટ’ કે નહિ? ના. અહીંયાં આવ્યો હતો. પહેલો ત્યાં આવ્યો હતો, પહેલો ‘ગોંડલ’ આવ્યો હતો, ત્રણ-ચાર સાધુ લઈને. ગોંડલ’માં એનો મોટો આશ્રમ છે. પહેલા અમારી પાસે વ્યાખ્યાનમાં આવતો. પછી સાધુ થઈ ગયો. પછી અહીંયાં બહુ ચર્ચા થઈ. વેદાંત તો સર્વથા શુદ્ધ માને ને? અશુદ્ધ નહિ. કબુલ કર્યું હતું. કીધું, એકવાર સાંભળો.
આત્મા વ્યાપક છે એમ નહોતો માનતો અને વ્યાપક છે એમ તમારે માનવું છે ને? નહોતો માનતો અને માન્યું ઇ શું છે? એ કોઈ પર્યાય છે કે કોઈ ધ્રુવ છે? ત્રણ-ચાર સાધુ