________________
કળશ- ૨૦૪
૨૩૫
પણ નહિ. કર્મ નહિ અને અજ્ઞાનભાવે પણ તું રાગનો અકર્તા નથી. આહાહા.! સમજાય છે કાંઈ થોડી ધ્યાન રાખવાની વાત છે, પ્રભુ! આ તો મારગડા નાથા અંદરમાં વીતરાગનો માર્ગ છે, પ્રભુ! સાધારણનું ગજુ નથી. આ તો પરમાત્મા ત્રણલોકનો નાથ, જેની વાણીમાં આવ્યું કે અજ્ઞાનભાવે કર્તા છે. ત્યારે ઓલો અજ્ઞાની સાંભળનારો કોપ કરે છે. અરે...! આત્મા તે રાગનો કર્તા હોય? પણ તને અજ્ઞાનભાવ છે ત્યાં સુધી તારી દૃષ્ટિ જ ત્યાં રાગ ઉપર છે, રાગનો જ તું કર્તા છો, બાપા! આહાહા...! સમજાય છે કાંઈ?
કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ એ તે દિ' કહ્યું હતું. (સંવત) ૨૦૧૩ ની સાલ, ૨૧ વર્ષ થયા. ઇન્દોરવાળા” બેઠા હતા. બંસીધરજી” ને “વર્સીજી બધા હતા. “કર્મ બિચારે કૌન? કર્મ તો જડ છે, અજીવ છે, માટી–ધૂળ છે. “ચંદ્રપ્રભુ ભગવાનની સ્તુતિમાં આવે છે. ચંદ્રપ્રભુની સ્તુતિ છે ને? એમાં આવે છે. કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ.” અગ્નિ ઉપર ઘણ પડે છે એ તો લોહ પેસે તો. એમ ને એમ અગ્નિ ઉપર કોઈ ઘણ ન મારે. એમ એકલો આત્મા રાગમાં એકત્વ ન કરે તો તેને દુઃખ નથી થતું, પણ રાગ સાથે એકત્વ કરે છે તો અજ્ઞાનથી માથે ઘણા પડે છે, દુઃખના ઘણ પડે છે. સમજાય છે કાંઈ? આહાહા.!
‘અત્યંત ક્રોધ ઊપજે છે.” જોયું “પિતા” અરે. આત્મા રાગ કરે? વિકાર કરે? ત્રિકાળી સ્વરૂપ નિર્વિકારી છે એ વિકાર કરે? ભગવાન કહે છે કે, વિકાર કરે અજ્ઞાનભાવે.
જ્યાં સુધી મિથ્યાષ્ટિ છે ત્યાં સુધી મિથ્યાદૃષ્ટિ પોતે વિકાર કરે છે, કર્મ નહિ. સમજાય છે કાંઈ? ત્યાં ઓલાને અત્યંત ક્રોધ થઈ જાય છે. જોયું? વિકાર આત્મામાં નાખે છે? વિકાર તો કર્મનું કાર્ય છે. એમ અત્યંત ક્રોધ કરે છે. છે ને? “અત્યંત ક્રોધ ઊપજે છે.” આહાહા...! પાછું “પિતા”નો અર્થ ટૂંકો ન કર્યો. “અત્યંત ક્રોધ કર્યો. કોપ થાય છે. આ શું વાત કરે છે? ભગવાન આત્મા તે કંઈ વિકાર કરે? અરે..! ભાઈ! સાંભળ ને, બાપુ! ભગવાન આત્મા ન કરે પણ ભગવાન આત્માનું તને જ્ઞાન નથી. આહાહા.. તેથી અજ્ઞાનભાવે તું રાગનો અને વિકારનો કર્તા તું જ છો. આહાહા...! સમજાય છે કાંઈ?
કેવો ક્રોધ થાય છે?” “વનિતા? જે અતિ ગાઢો છે, અમિટ (-અટળ) છે. આહાહા...! આત્માને સર્વથા અકર્તા માનનારા, અજ્ઞાનભાવે પણ રાગનો કર્તા નથી એમ માનનારાને કહે છે કે, તે આત્મા જ અજ્ઞાનભાવે વિકારનો કર્તા, સંસારનો કર્તા છો. સંસારની દશાનો કર્તા તું જ છો. સંસારના પરિભ્રમણના ભાવ, એનો કર્તા તું જ છો. (આવું સાંભળીને તેને કોપ થાય છે. કેવો કોપ થાય છે? કે, અમિટ. મટી શકે નહિ એવો. અમિટ છે ને? છે? આહાહા.! અમિટ છે. “અનિતા' છે ને? “અવનિતા'. ચળતો નથી, ચળે નહિ, ચળે નહિ. અજ્ઞાનભાવે કર્તા થાય અને માને કે હું કર્તા નથી. એ “અનિતા ટળે નહિ મટે નહિ. આહાહા. થોડી વાતમાં ભાવ શું છે? સમજાય છે કાંઈ?