________________
૨૩૪
કલામૃત ભાગ-૬
તેને તો રાગ અડતોય નથી. અડતો નથી એ રાગ કરાવે એમ વાત નથી. સાંખ્યની જેમ માનનારા જૈનને અહીંયાં સમજાવે છે. હૈ? આહાહા...! અજ્ઞાનપણે મિથ્યાષ્ટિપણે પણ વિકારનો કર્તા કર્મ છે, હું નહિ, એમ માનનારાને સમજાવે છે. જેને સંપ્રદાયમાં પડેલા માણસોને સમજાવે છે). સમજાય છે કાંઈ? એમ જ કહે છે ને? પાઠમાં આવ્યું ને? જ્ઞાનાવરણીય કર્મ. ચોખ્ખો પાઠ છે કે નહિ? જ્ઞાનાવરણયી શબ્દ આવ્યો તો જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને આવરણ કરે છે. આવે છે કે નહિ? ઘાતિકર્મ. ઘાતિકર્મ કેમ કહ્યું? ઘાતિ જડ ઘાત કરે છે? ઘાતિકર્મ કહ્યું ને? પણ કઈ અપેક્ષા? પ્રભુ! તને ખબર નથી. ઘાતિકર્મ આત્માની પર્યાયનો ઘાત કરે છે એમ બિલકુલ નથી. સમજાય છે કાંઈ? તારા અજ્ઞાનભાવથી તું તારી પર્યાયમાં વિકારનો કર્તા થાય છે અને તારા આત્માનો ઘાત થાય છે. ભાવઘાતિનો કર્તા તું થાય છે. આહાહા.!
અહીં તો કહે છે, “વૈશ્ચિત કૃતિ એવું સાંભળવામાત્રથી...” એમાં તો એમ લીધું છે કે, જેને ભગવાનની શ્રુતિ એવી છે. જેને ભગવાનની કૃતિ એમ છે કે અજ્ઞાનભાવે રાગનો કર્યા છે. કેમકે એ શ્રુતિ ઉપર કોપ કરે છે, નહિ. રાગનો કર્તા ભગવાન નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્યપ્રભુ આનંદ (છે), એ વળી રાગ કરે? પણ કોણ રાગ કરે, ન કરે? આહાહા.! દેવીલાલજી! રાગ-દ્વેષ, વિષય વાસનામાં જેને સુખબુદ્ધિ છે, તેમાં જેને સુખબુદ્ધિ છે એ મિથ્યાદૃષ્ટિ છે, એ મિથ્યાષ્ટિ રાગનો કર્તા થાય છે. આહાહા...! એ મિથ્યાદૃષ્ટિ પણ રાગનો કર્તા નથી એમ જે માને છે, તેની ઉપર જૈનશ્રુતિનો કોપ છે. તેના ઉપર શ્રુતનો કોપ છે. આહાહા...! કોપ છે, આવે છે ને? “સમયસાર”માં. આહાહા..! તેની ઉપર ભગવાનની વાણીનો કોપ છે. ભગવાનની વાણી કહે છે કે, અજ્ઞાની રાગ-દ્વેષનો કર્તા છે. સર્વથા આત્મા અકર્તા છે એમ નથી. અજ્ઞાનપણે કર્તા છે, ભાનપણે કર્તા નથી. એવી વાણી છે તેનો તારી ઉપર કોપ આવે છે. આહાહા.! શ્લોક છે, છે ને? આહાહા...!
અહીંયાં એ શબ્દ નથી લીધો, અહીંયાં સમુચ્ચય લીધું છે કે, “શ્ચિત્ શ્રુતિઃ એવો શબ્દ લીધો છે. કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી.” એમ લીધું. બીજાને સમજાવે કે, નહિ, કર્મથી આત્મામાં વિકાર થતો જ નથી. નહિ. પોતામાં થાય છે. કર્મથી થાય છે, બીજી વાત નથી. આત્મા રાગનો કર્તા છે એમ સાંભળે છે તો) કોપ કરે છે. અરે...! આત્મા રાગનો કર્તા છે? શુદ્ધ આનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ એ રાગ કરે? વિકાર કરે? એમ કોપ કરે છે, અજ્ઞાનીને કોપ થાય છે. અજ્ઞાનીને એ વાત બેસતી નથી તો અંદર ઊંડાણમાં એને અણગમો થાય છે. આહાહા. કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી...” આત્મા વિકાર કરે, એમ શબ્દ જ્યાં એને કાને પડે તો (ક્રોધ થાય છે કે, આ શું કહે છે? ખોટું બોલે છે. સાંભળ, ભાઈ સાંભળી શાંતિથી પ્રભુ તારું અજ્ઞાન
જ્યાં સુધી છે, તારી ચીજ આનંદનાથ પ્રભુ છે... આહાહા.. તેના સ્વભાવની દૃષ્ટિ થઈ નથી ત્યાં સુધી તો અજ્ઞાનભાવે વિકારનો કર્તા તું જ છો, કર્મ નહિ અને અકર્તા અજ્ઞાનભાવે