________________
કળશ- ૨૦૪
૨૩૭
લઈને આવ્યો હતો. આમ તો મારા ઉપર એને પ્રેમ હતો ને? સંપ્રદાયમાં તો કાયમ આવતા. પણ વૈષ્ણવ એટલે પરમહંસ થઈ ગયો. એક વાત કીધું. જો આત્મા પવિત્ર છે તો એનો પરમાનંદનો સ્વાદ આવવો જોઈએ. તો પરમાનંદનો સ્વાદ નથી ત્યાં દુઃખનો સ્વાદ છે તો ઈ દશા થઈ, ઈ દશા છે. ઈ દશા વેદાંતે માની નથી. સમજાય છે કાંઈ? અને બીજું એમ કહ્યું હતું કે, જો એ દશા છે અને વેદાંતે એમ તો ઉપદેશ કર્યો ને કે સર્વથા આત્યંતિક દુઃખથી મુક્તિ (થાઓ). એમ કહે છે ને એ લોકો સર્વથા આત્યંતિક દુઃખથી મુક્તિ. ત્યારે સર્વથા આત્યંતિક દુઃખથી મુક્તિ એમ ઉપદેશ કર્યો તો એની પર્યાયમાં કાંઈ દુઃખ છે કે નહિ? આત્યંતિક દુઃખથી મુક્ત થવાનો ઉપદેશ એણે કેમ કર્યો? જો એની પર્યાયમાં દુઃખ જ ન હોય, ત્રિકાળમાં તો નહિ પણ એની જે આમ પલટે છે એમાં દુઃખ ન હોય તો દુઃખથી મુક્ત થવું છે શું રહ્યું? ઉપદેશ કેમ કર્યો માટે એની પર્યાયમાં દુઃખ છે, રાગ છે, વિકાર છે, પલટતી દશા છે, એકલી ધ્રુવ સ્થિતિ નથી. ખૂબ ચર્ચા થઈ હતી, કબુલ કર્યું હતું. માળું આ છે ખરું. કીધું, એમ ન ચાલે, અહીં તો તત્ત્વ જેવું છે તેવું પ્રતિપાદન થાય). ભૂલ છે ઇ પર્યાયમાં છે. ભૂલ ટાળવી ને રહેવી એ ધ્રુવમાં છે? તેથી અહીં કહ્યું કે, “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ' અજ્ઞાનભાવે ભૂલ મારી છે. આહાહા! કર્મને લઈને ભૂલ થઈ છે ને રાગ કર્યો છે ને કર્મને લઈને ચાર ગતિમાં રખડું છું, એમ નથી. આહાહા.! ઘણા માણસો આવે ને (એટલે) ઘણી ચર્ચા થઈ ગઈ.
અહીં કહે છે, ક્રોધ કરે છે. આહાહા...! છે? પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું સર્વથા મટાડીને (–નહીં માનીને) ક્રોધ કરે છે.” આહાહા! છે? પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું સર્વથા મટાડીને.” એમ કીધું. કોણ? અજ્ઞાની. કર્તાપણાને સર્વથા છોડી દઈ ક્રોધ કરે છે. સમજાય છે કાંઈ? રાગ, પુષ્ય, પાપ. રાગાદિ છે ને? શુભ-અશુભ રાગ, વાસના, વિકલ્પ બધું. “અશુદ્ધ ભાવોનું કર્તાપણું સર્વથા મટાડીને..” એટલે કે એ બિલકુલ નથી કરતો એમ માનીને ક્રોધ કરે છે.” આહાહા...!
વળી કેવું માને છે?” “ક” વ 7 રૂત્તિ વિતવય’ ‘એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિડ...” આહાહા...! જુઓ! જ્ઞાનાવરણીય (શબ્દ) કેમ આવ્યો? એ પ્રશ્ન “વણજી સાથે બહુ થયો હતો. ૨૧ વર્ષ પહેલા). એમણે પુસ્તક બનાવ્યું છે ને એમાં નાખ્યું છે. રતનચંદજી હતા ને? એ કહે, મહારાજા કાનજીસ્વામી’ એમ કહે છે કે, જ્ઞાનની હિણી દશા કે અધિક દશા પોતાથી થાય છે, જ્ઞાનાવરણીયથી નહિ. ચોપડી છપાણી છે.
મુમુક્ષુ :- જ્ઞાનાવરણીય કર્મ કંઈ કરતું નથી.
ઉત્તર :- ઈ તો છે પણ આ ચોપડીની વાત છે. અહીં છે ક્યાંક. ચર્ચા થઈ ગઈ પછી હું જ્યારે સાત-આઠ દિવસ પછી જમશેદપુર ગયો ને? પછી આ લેખ લખ્યો, શું કહેવાય આ? ટેપ રેકોર્ડિંગ. “કાનજીસ્વામી” એમ કહે છે કે, જ્ઞાનની હિણી અને અધિક