________________
૨૩૮
કલશામૃત ભાગ-૬
દશા પોતાથી થાય છે, જ્ઞાનાવરણીય કર્મથી બિલકુલ નહિ. સમજાય છે કાંઈં? છે ક્યાંક, આમાં પુસ્તક હશે ક્યાંક. શેમાં છે કોને ખબર? ઘણા પુસ્તક છે.
મુખત્યાર’ ‘સહરાનપુર' પ્રશ્ન કર્યો, ‘કાનજીસ્વામી એમ કહે છે કે, મહારાજ! જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી.’ વાત સાચી. ચર્ચા થઈ હતી, હજારો માણસો (હતા). સભામાં પાંચ-સાત હજાર માણસ હતા. આ ઇન્દોરવાળા’ હતા, ‘બંસીધરજી’. પોતાની યોગ્યતાથી જ્ઞાનમાં હિનાધિકપણું થાય છે. મહારાજ! જ્ઞાન હિણું થાય છે તે પોતાથી થાય છે, પોતાની યોગ્યતાથી થાય છે. કાનજીસ્વામી એમ કહે છે કે, જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી. મહારાજ! આ શું બરાબર છે?”
‘વર્ણીજી’ ઉત્ત૨ (આપે છે), એ ઠીક છે. તમે જ સમજો. કેવી રીતે બરાબર છે? એ બરાબર નથી. કોઈ પણ કહે, અમે તો કહીએ છીએ કે, અંગધારી કહે તોપણ બરાબર નથી.’ જ્ઞાનાવરણીય ૫૨માં કાંઈ કરે નહિ અને જ્ઞાનની હિણી દશા થઈ જાય છે? કીધું, જ્ઞાનાવરણીય બિલકુલ ન કરે, એ તો જડ પ૨ કર્મ છે. પોતાની ભાવઘાતિ પર્યાયની યોગ્યતાથી પોતાની હિણી દશા થાય છે અને અધિક દશા પોતાથી થાય છે, ૫૨ને કા૨ણે બિલકુલ નહિ. છપાય ગયું છે, હજાર પુસ્તક છપાણા છે. આહાહા..! મૂળ તો આ વાંધો ત્રણે સંપ્રદાયમાં પહેલેથી છે. કર્મથી વિકાર થાય, કર્મથી (થાય), કંઈક કંઈક કર્મની અસ૨ છે. બિલકુલ અસ૨ ન હોય ને થાય?
અહીં ભગવાન તો કહે છે કે, બિલકુલ અસર નથી. શેઠ! કર્મ પરદ્રવ્યની અસ૨ બિલકુલ નથી. કેમકે પદ્રવ્ય અને સ્વદ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. આહાહા..! અત્યંત અભાવ છે, ત્યાં ૫દ્રવ્ય બીજાના ભાવને કેમ કરે? જ્યાં અભાવ છે તે પરને કેવી રીતે? આહાહા..! સમજાય છે કાંઈ? ‘અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા.’ ઇ પણ ભજનમાં આવે છે. અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા' પોતાની ભૂલથી પોતે હેરાન થાય છે, કોઈ કર્મે ભૂલ કરાવી છે (એમ નથી). આહાહા..! સમજાય છે કાંઈ? એવી વાત છે.
અહીં કહે છે, એ તો ક્રોધ કરે છે.’ આહાહા..! વળી કેવું માને છે?” “ર્મ વ Í કૃતિ પ્રવિતવર્ષ” ‘એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિંડ...' જ્ઞાનની હિણી દશા જ્ઞાનાવરણીયનો ઉદય છે તો જ્ઞાનની હિણી દશા થાય છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશ હોય તો જ્ઞાનની ક્ષયોપશમ દશા વિશેષ થાય છે, બિલકુલ ખોટી વાત છે, કીધું. આહાહા..! આ જ્ઞાનાવરણીય નામ પડ્યું છે ને? શાનનું આવરણ એ તો નિમિત્તનું કથન છે. આહાહા..! અરે..! હજી તો વિકારની દશામાં કોણ કર્યાં અને અકર્તાની ખબર ન મળે. આહાહા..! ત્યાં રોકાઈ ગયો અને અવિકારી ચિદાનંદ પ્રભુ ધ્રુવની દૃષ્ટિ કરવી અને રાગનું કર્તાપણું છૂટી જવું... આહાહા..! એ તો અલૌકિક વાત છે, ભાઈ! આહાહા..!
‘એકલો..’ લખ્યું છે ને? “ર્મ વ” શબ્દ પડ્યો છે ને? “ર્મ વ” એટલે એકલો