________________
અહો ! મહાન સંત મુનિશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવના અમૃત વહેતાં મૂક્યાં છે. આચાર્યદેવો ધર્મના સ્તંભ છે, જેમણે પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. ગજબ કામ કર્યું છે. સાધકદશામાં સ્વરૂપની શાંતિ વેદતાં પરિષદોને જીતીને પરમ સતુને જીવંત રાખ્યું છે. આચાર્યદેવના કથનમાં કેવળજ્ઞાનના ભણકારા વાગી રહ્યા છે. આવા મહાન શાસ્ત્રોની રચના કરીને ઘણા જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. રચના તો જુઓ! પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે ! આ તો સત્યની જાહેરાત છે, આના સંસ્કાર અપૂર્વ ચીજ છે. અને આ સમજણ તો મુક્તિને વરવાના શ્રીફળ છે. સમજે તેનો મોક્ષ જ છે.
પરમાગમસાર – ૧૦૦૬)