________________
9
જિનજીની વાણી
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે.
વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર–સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે... સીમંધર.
ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્થું પંચાસ્તિ, ગૂંછ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંચ્યું ૨યણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે... સીમંધર.
સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ કારનાદ રે,
જિનજીની વાણી ભલી રે... સીમંધ૨.
હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે... સીમંધ૨.