________________
૨૩૨
કલશામૃત ભાગ-૬
પણ કર્તા હું અજ્ઞાનપણે પરિણમતો હતો ત્યારે કર્તા હતો. એમ કથંચિત્ કર્તા પણ માનું છું. અને સ્વભાવનું ભાન થયું કે, હું તો શુદ્ધ ચૈતન્ય છું, એ વખતે રાગનો અકર્તા થયો. તો કર્તા, અકર્તા બેય સિદ્ધ થઈ ગયા. સમજાય છે કાંઈ? આહાહા.! પર, દ્રવ્યકર્મની વાત અહીંયાં નથી. અહીંયાં તો ફક્ત વિકાર જે અંદર છે તેનો અજ્ઞાનભાવે કર્યા છે, જ્ઞાનભાવે કર્તા નથી. એમ કથંચિત્ કર્તા-અકર્તા બેય લાગુ પડે છે. “ચંદુભાઈ! શું છે? પૂછવું છે? સમજાય છે કાંઈ? કારણ કે એણે વાંચ્યું છે બહુ વાંચે છે બહુ ખુબ વાંચ્યું છે. આહાહા...!
એવું અનેકાન્તપણું...” છે. એ અનેકાન્તનો શું અર્થ કર્યો કે, જ્ઞાની પણ કથંચિતુ કર્તા છે અને કથંચિત્ અકર્તા છે એમ નહિ. મિથ્યાદૃષ્ટિ નામ દ્રવ્યના સ્વભાવની જ્યાં દૃષ્ટિ થઈ નથી તો ત્યાં સુધી તો અજ્ઞાની રાગનો કર્યા છે જ, વિકારનો કર્યા છે જ. સમજાય છે કાંઈ? સ્વભાવનું ભાન થયું તો તેને વ્યવહાર રત્નત્રય આવે છે, પણ કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે. આહાહા.! એ પણ કર્તા થતો નથી એ કઈ અપેક્ષાએ? કર્તવ્ય તરીકે, કરવા લાયક છે એ અપેક્ષાએ કર્તા નથી, પણ પરિણમનમાં સમકિતીને પણ વ્યવહાર, રાગ થાય છે તો તેને કર્તા હું છું એમ માને છે, એ જ્ઞાનની દૃષ્ટિએ (કહ્યું. કારણ કે જ્ઞાન, પર્યાયને જાણે છે ને? જ્ઞાન દ્રવ્યને પણ જાણે છે અને પર્યાયને પણ જાણે છે. દષ્ટિ છે એ તો નિર્વિકલ્પ છે અને નિર્વિકલ્પ સામાન્યને જ વિષય કરે છે. એને પર્યાયનો વિષય નથી, ભેદ નથી. પોતે નિર્વિકલ્પ છે, એનો વિષય નિર્વિકલ્પ અભેદ છે. તેની સાથે થયેલું જ્ઞાન દ્રવ્યને પણ જાણે છે અને પર્યાયને પણ જાણે છે. સ્વપપ્રકાશક બેય શક્તિ છે ને? જ્ઞાન જાણે છે કે મારા કર્તવ્ય તરીકે રાગ મારો છે એમ જ્ઞાની માનતો નથી, પણ પરિણમન તરીકે મારું કર્તુત્વ અંદર મારામાં છે એમ જ્ઞાન જાણે છે. સમજાય છે કાંઈ?
૪૭ મયમાં બે નય લીધી છે. કર્તાનય, ભોક્તાનય. ગણધર પણ જ્યાં સુધી છઘ છે ત્યાં સુધી કર્તવ્ય તરીકે જ્ઞાનીને રાગ નથી, કર્તવ્ય તરીકે–કરવા લાયક છે એ તરીકે કર્તવ્ય તરીકે (કર્તા નથી, પણ પરિણમન તરીકે જેટલો રાગ છે તેટલો કર્તા છે, એમ જ્ઞાન જાણે છે. અરે.. આવી વાતું છે. માર્ગ અલૌકિક છે, ભાઈ! આહાહા.! સમજાય છે કાંઈ?
ચોદી ‘જીવ કર્તા છે, અકર્તા પણ છે જ્ઞાની કર્તા પણ છે અને અકર્તા છે ઈ અહીંયાં સિદ્ધ કરવું નથી. અહીંયાં તો સામાન્ય રીતે જીવ કર્તા પણ છે અને અકર્તા પણ કઈ રીતે છે (તે સિદ્ધ કરવું છે). “એવું અનેકાન્તપણું, તેની સાવધાનપણે કરવામાં આવેલી
સ્થાપના વડે પ્રાપ્ત કરી છે.” “વિનયા’ ‘જીત જેણે....” જૈનદર્શને એ વાસ્તવિક તત્ત્વ કહીને વિજય પ્રાપ્ત કર્યો છે. આહાહા...!
શા માટે કહે છે?” “તેષાં વોચ સંશુદ્ધ જેઓ જીવને સર્વથા અકર્તા કહે છે.” જીવને સર્વથા અકર્તા અજ્ઞાનભાવે પણ અકર્તા કહે છે. સમજાય છે કાંઈ? છે? “સર્વથા અકર્તા કહે છે એવા મિથ્યાષ્ટિ જીવોની.” “વોયર સંદ્વયે “વોયચ્ચે સંદ્ધયે' બોધ