________________
૧૪૬
કલશમૃત ભાગ-૬ છેલ્લી ગાથામાં (એમ કહ્યું, મેં મારી ભાવના માટે આ બનાવ્યું છે, હોં! આહાહા. કુંદકુંદાચાર્ય કહે છે, આ નિયમસાર મેં મારી ભાવના માટે બનાવ્યું છે. આહાહા...! અલૌકિક વાતું છે, બાપા! આહાહા.! પ્રભુ! પ્રભુની શક્તિનો પાર નથી. એની અનુભવની શક્તિના સામર્થ્યનો પાર નથી. આહાહા! એમ અવધારીને. છે ને?
નિરૂણનો અર્થ આમ કથન છે. પણ કથન છે વાચક છે. અહીંયાં વાચક ન લેતા એનું વાચ્ય લીધું છે. નિરુણ' કથન. પણ કથન ન લેતા એનું વાચ્ય લીધું. પરિણમનના નિશ્ચયને અવધારીને. પરિણમનને નિશ્ચયથી અવધારીને. આહાહા.! “તે વસ્તુનું સ્વરૂપ કેવું?” હવે બે ભાગ પાડે છે. “જ્ઞાની નિત્યં વેદવ: મવે અજ્ઞાની નામ મિથ્યાદૃષ્ટિ જીવ. આહા...! નિત્યં સર્વ કાળે દ્રવ્યકર્મનો દ્રવ્યકર્મનો વેદક તો નિમિત્તથી કથન છે. જડને તો અડતો નથી, જડ વેદનમાં નિમિત્ત છે તો કહ્યું. વેદક ભાવકર્મનો ભોક્તા થાય છે. એ યથાર્થ છે. અજ્ઞાની સ્વરૂપનો, શુદ્ધ ચૈતન્યનો અનુભવ નહિ હોવાથી, તે તરફનો ઝુકાવ નહિ હોવાથી પર્યાય અને રાગ ઉપર ઝુકાવ હોવાથી રાગનો ભોક્તા થાય છે. અજ્ઞાની રાગનો વેદકભોક્તા થાય છે. ભાષા તો સમજાય એવી છે, બાપા! હોં ભાષા તો સાદી છે, પ્રભુ ભાવ તો છે તે છે, ભાવ તો જે છે તે છે. આહાહા...!
અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ જીવ સર્વ કાળે દ્રવ્યકર્મનો એ નિમિત્તથી કથન છે. ભાવકર્મનો... યથાર્થ (કથન છે). “ભોક્તા થાય છે.” જડકર્મને શું ભોગવે કર્મને? પણ નિમિત્ત છે, અહીં ભાવકર્મ થયું એમાં એ નિમિત્ત છે તો સાથે લઈ લીધું કે, દ્રવ્યકર્મ અને ભાવકર્મનો ભોક્તા છે. બાકી જડને ત્રણકાળમાં આત્મા ભોગવે નહિ. સમજાય છે કાંઈ? ભોક્તા છે વિકારનો. છે? ભાવકર્મ એટલે પુષ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ એવા જે ભાવકર્મ છે તેને અજ્ઞાની ભોગવે છે. આહાહા..! થોડા શબ્દમાં કેટલું નાનું છે. જુઓ! આ કંઈ કથા નથી. આ તો અધ્યાત્મ વાણી છે, અધ્યાત્મ વાણી! આહાહા...!
“એવો નિશ્ચય છે;” આહાહા...! શું કહે છે? કે મિથ્યા નામ અસત્ય દૃષ્ટિ છે અર્થાત્ સત્ય જે વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચિતૂપ છે તેની દૃષ્ટિ નથી અને એક સમયની પર્યાય અને દયા, દાન વિકલ્પ આદિની દૃષ્ટિ છે, એ કારણે તેનો સદા ભોક્તા છે. આહાહા..! “એવો નિશ્ચય છે. એ નિશ્ચય છે, એવો નિશ્ચય છે. આહાહા...!
એક જણો કહેતો હતો, તમે “સમયસારના બહુ વખાણ કરો છો. હું પંદર દિમાં વાંચી ગયો. બહુ સારી વાત, બાપુ પંડિતજી! એક જણો કહેતો હતો, તમે આટલા વખાણ કરો છે. એક એક પદમાં પાર ન આવે એવી વાત છે. આહાહા...! ગણધર જેવા પણ પાર ન પામે એવી ચીજ છે. એક એક શબ્દમાં અનંત આગમ છે. આહાહા...! ત્યારે ઓલો કહે, હું તો પંદર દિમાં ‘સમયસાર' વાંચી ગયો. બહુ સારી વાત, બાપા! ઈ પંદર દિમાં વાંચ્યું પણ શું વાંચ્યું? આહાહા. એના ભાવ શું છે એ સમજ્યા વિના વાંચ્યા ઘડિયા. ઘડિયાને