________________
કળશ-૧૯૭
૧૪૭
શું કહે છે? પહાડા. આહાહા.. થોડું પણ પરમ સત્ય હોવું જોઈએ. આહા...!
કહે છે, મિથ્યાષ્ટિ સર્વ કાળ ભાવકર્મનો ભોક્તા છે એ નિશ્ચય છે. “મિથ્યાત્વનું પરિણમન એવું જ છે.' એકાંત કહી દીધું. મિથ્યાદૃષ્ટિનું પરિણમન એકાંત દુઃખરૂપ છે. આહાહા.! જ છે ને? “જ’. ‘
મિથ્યાત્વનું પરિણમન એવું જ છે.” આહાહા...! જેને આત્માના સ્વરૂપના આનંદનું વેદન નથી અને આનંદ તરફની દૃષ્ટિ નથી, તેની રાગરૂપી દૃષ્ટિ છે. મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. આહાહા.! સમજાય છે કાંઈ થોડું સમજવું પણ સત્ય હોવું જોઈએ. એક ભાવ પણ યથાર્થ જાણે તો “જયસેનાચાર્યદેવની ટીકામાં કહ્યું છે, એક ભાવ પણ યથાર્થ જાણે તો સર્વ ભાવ યથાર્થ જાણવામાં આવી જાય છે. જયસેનાચાર્યદેવની ટીકામાં એવો પાઠ છે. એક પણ વસ્તુ યથાર્થ, કોઈપણ ચીજ-દ્રવ્ય-ગુણ-પર્યાય, શુદ્ધતા આદિ એક ભાવને પણ યથાર્થ જાણે તો તેને સર્વ ભાવને યથાર્થ જાણવાની શક્તિ પ્રગટ થઈ ગઈ. આહાહા...! સમજાય છે કાંઈ?
અહીંયાં એ કહે છે, “એવો નિશ્ચય છે; મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. કેવો છે અજ્ઞાની?' “પ્રકૃતિરમાવરિત: આહાહા.! “જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો ઉદય થતાં....” પ્રકૃતિ સ્વભાવ શબ્દ લીધો છે ને? “નાના પ્રકારનાં...” (અર્થાતુ) અનેક પ્રકારના “ચતુર્ગતિ...” ચાર ગતિ. એને ગતિનું વેદન છે. હું મનુષ્ય છું કે દેવ છું કે તિર્યંચ છું. આહાહા.... મિથ્યાષ્ટિના વેદનમાં ચાર ગતિમાંથી જે ગતિમાં છે તે ગતિનું વેદન છે. આહાહા. અને શરીરનું વેદન. શરીર તો જડ છે પણ શરીર તરફ લક્ષ કરીને આ મારું શરીર છે, એમ મિથ્યાદૃષ્ટિની દૃષ્ટિ પર્યાય ઉપર હોવાથી, શરીર છે તેની દૃષ્ટિ હોવાથી શરીર તરફનું લક્ષ કરીને રાગનું વેદન કરે છે એ શરીરનું વેદન કહેવામાં આવે છે.
શરીર, “રાગાદિભાવ...” એટલું લીધું. રાગાદિભાવ સુખદુઃખનો ભોક્તા. રાગાદિભાવનો કર્તા, પુણ્ય ને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવનો કર્તા અને સુખદુઃખ એનું વેદન. એ સુખદુઃખનો ભોક્તા. ઇત્યાદિમાં પોતાપણું જાણી...” પોતાપણું જાણી, તેમાં પોતાપણું માનીને. આહાહા..! અજ્ઞાની શરીરને અને ચાર ગતિને પોતાની માનીને અને પુણ્ય-પાપના ભાવને પોતાના માનીને અને તેના ભોક્તાના ભાવને પણ પોતાના માનીને. આહાહા...! છે? પોતાપણું. મૂળ તો “નિરત છે. “નિરત: નિવિશેષે રત શબ્દ છે પણ એનો ચોખ્ખો અર્થ કર્યો. પોતાપણું જાણી એકત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. એ નિરત છે. એકત્વબુદ્ધિરૂપ એ તો પોતાપણું જાણીનો ખુલાસો કર્યો. પોતાપણું જાણી એકત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. એ નિરતની વ્યાખ્યા છે. એકત્વબુદ્ધિરૂપ પરિણમન. રાગમાં, શરીરમાં, ગતિમાં ને સુખદુઃખની પરિણતિમાં એકત્વ માનીને પરિણમ્યો છે. આહાહા.! “નિરતઃ ની વ્યાખ્યા કરી. “નિરતઃ “નિ વિશેષ રત. એકત્વબુદ્ધિ. આહાહા.! હું મનુષ્ય છું, હું દેવ છું, હું નારકી છું, હું શેઠ છું, હું ગરીબ છું, હું મૂર્ખ છું. આહાહા. બધું પર્યાયબુદ્ધિમાં એકત્વ માનીને... આહાહા.. પરિણમ્યો છે.