________________
૧૪૮
કલામૃત ભાગ-૬
એ અજ્ઞાનીની વ્યાખ્યા કરી.
હવે, જ્ઞાની. ‘તુ જ્ઞાની નાતુ વે: નો મવે” “તુનો અર્થ કર્યો-મિથ્યાત્વ મટતાં એવું પણ છે. પાછું એકલું અજ્ઞાનનું જ પરિણમન છે, એમ નહિ. જ્ઞાનીને એ મટીને જ્ઞાન, આનંદનો પણ અનુભવ છે. આહાહા! “તુ’ ‘મિથ્યાત્વ મટતાં એવું પણ છે...” “એવું પણ છે કેમ કહ્યું કે, અજ્ઞાનમાં ગતિ આદિને પોતાની માનીને અનુભવે છે તો જ્ઞાનીને જ્ઞાનમાં એવો અનુભવ) નથી પણ પોતાનો અનુભવ કરીને માને છે એમ પણ છે. એકલો અજ્ઞાનપણે અનુભવ કરે છે એવી જ દશા જીવની સદાય છે એમ નથી. સમજાય છે કાંઈ? આહાહા...!
મિથ્યાત્વ મટતાં એવું પણ છે. કેવું છે? કે સમ્યગ્દષ્ટિ જીવ...' જ્ઞાની એટલે એમ લીધું. “જ્ઞાન” શબ્દ છે ને? “સમ્યગ્દષ્ટિ જીવ...” “ના, “કદાચિત્... આહાહા..! કદાચિત્.....” વે: નો મત’ આહાહા.! એ કાળને સૂચવે છે. “ના” એ કાળને સૂચવે છે. “નતુ' શબ્દ જ્યાં આવે ત્યાં કાળને સૂચવે છે. કોઈપણ કાળે, એમ. આહાહા...! દ્રવ્યકર્મનો ભાવકર્મનો ભોક્તા થતો નથી;.” દ્રવ્યકર્મનું નિમિત્ત લીધું. “આવું વસ્તુ સ્વરૂપ છે. આહાહા.!
સમ્યગ્દષ્ટિ ભાવકર્મનો ભોક્તા પોતાના માનીને થતો નથી. એમ છે. પોતાપણું જાણીને, કહ્યું ને? પોતાનું માનીને નથી, પણ એને છે ખરા. જેટલો રાગ છે તેને જાણે કે આ રાગ છે અને રાગનો ભોક્તા પણ છે. એમ જાણે છે. સમજાય છે કાંઈ જાણે છે તો રાગના ભોક્તાપણાનો જ્ઞાયક થઈ ગયો. એ રાગના વેદકને શેય કરીને-પરણેય કરીને જાણનારો રહી ગયો. આહાહા...! સમજાય છે કાંઈ? અને અજ્ઞાની પોતાના માનીને, એ રાગ-દ્વેષ, પુણ્ય, દયા, દાન પોતાની ચીજ છે એમ માનીને ભોગવે છે. આહાહા.! સમજાય છે કાંઈ? ઝીણું પડે પ્રભુ પણ વાત તો આ છે. આહાહા..!
આજે સાંભળ્યું, ભાઈ! એક છોકરો કોક ગરાશિયાનો નવ મહિનાનો છોકરો ગામમાં હતો) એને કોક રમાડતો હતો. ઊનું પાણી હતું તેમાં પડ્યો તો મરી ગયો. નવ મહિનાનો. ગરાશિયા છે ને અહીં? એનો છોકરો નવ મહિનાનો હશે ઈ આમ રમતો હતો. આહાહા...! પાણી ઊનું હતું એમાં પડ્યો તો મરી ગયો. આહાહા...! એવા અવતાર તો અનંત કર્યા છે. ઈ તો એક દાખલો દઈએ છીએ, હોં! અનંત અનંત કાળમાં પ્રભુ ક્યાં નથી રહ્યો છે? આહાહા! અનંત ભવ કર્યા, હવે તો ઉદાસ થઈ જા, પ્રભુ! એમ કહે છે. એ ભવના કામ અને ભવના કારણ, ભવ અને ભવના કારણના ભાવથી ઉદાસ થઈ જા ને! આહાહા...! સમજાય છે કાંઈ? રસ છોડી દે.
અહીંયાં એ કહે છે, જ્ઞાની ભાવકર્મનો ભોક્તા થતો નથી. આહાહા.! વિકારી પરિણામ થાય છે પણ પોતાના માનીને અનુભવતા નથી. આહાહા.! જ્યાં સુધી રાગ છે. છછું ગુણસ્થાને કહ્યું ને? “સમયસાર નાટકમાં નહિ? કે, છહે ગુણસ્થાને પણ મહાવ્રતના જે વિકલ્પ ઊઠે