________________
કળશ-૧૯૭
૧૪૯
છે, રાગ એ જગપંથ છે. એવો પાઠ છે. “સમયસાર નાટક' પુસ્તક અહીંયાં નથી. ચાલીસમો બોલ છે. “મોક્ષ અધિકાર છે ને? એમાં ચાલીસમો બોલ છે. મુનિઓને પણ જેટલો વિકલ્પ ઊઠે છે એ જગપંથ છે. આહાહા.. એ સંસારપંથ છે, એ એટલો સંસારમાર્ગ છે. આહાહા.! કોઈ કાગળ અહીંયાં લાવ્યા હતા. આની ખબર નથી, ઓલામાં ખબર છે. “મોક્ષ અધિકારનો ચાલીસમો બોલ છે. નવું છે ને એમાં? આમાંય હશે ખરું. હું આમાંય હશે. ચાલીસમો બોલ છે ને? “મોક્ષ અધિકાર ને? “મોક્ષ અધિકારમાં હોવું જોઈએ. મોક્ષ દ્વારા ઠીકા આવ્યું. ૪૦, હા, ઈ આવ્યું.
‘તા કારન જગપંથ ઈત, ઉત સિવ મારગ જોર, પરમાદી જગક ધુકે, અપરમાદિ સિવ ઓર. આહાહા...! મુનિને પણ જેટલો પ્રમાદ છે એટલો જગપંથ છે. ગજબ છે. આહાહા...! એકદમ એમ જ કહી દે કે, સમ્યગ્દષ્ટિ થયો એટલે બસ, એને કંઈ મલિનતા છે જ નહિ, એમ નથી. એ તો દૃષ્ટિના અનુભવની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. પણ પર્યાયમાં જ્યાં સધી મલિનતા છે ત્યાં સુધી પરિણતિની અપેક્ષાએ તો કર્તા અને ભોક્તા બેય કહેવામાં આવે છે. અહીંયાં તો સ્વભાવની દૃષ્ટિથી કર્તા-ભોક્તા, કરવા લાયક છે એ અપેક્ષાએ કર્તાભોક્તા નથી. આહાહા.! સમજાય છે કાંઈ? અહીંયાં આવ્યું, જુઓ! “તા કારન જગપંથ...” આહાહા..!
ઘટમેં હૈ પ્રમાદ જબ તાઈ, પરાધીન પ્રાની તબ તાઈ. જબ પ્રમાદકી પ્રભુતા નાસે, તબ પ્રધાન અનુભૌ પરગાસૈ.” એ પ્રમાદની, છઠ્ઠા ગુણસ્થાનની પ્રમાદી વાત કરી છે. પ્રમાદી છે ને? જેટલો રાગ આવે છે તેટલો પ્રમાદ છે). ‘તા કારન જગપંથ ઈત, ઉત સિવ મારગ જોર.” સ્વભાવ સન્મુખની ઉગ્રતા તે શિવપંથનું જોર છે અને રાગપંથ છે એ જગપંથ છે. આહાહા...! મુનિને પણ જેટલો) ઉદયભાવ છે એ જગપંથ છે. આહાહા...! સમજાય છે કાંઈ? આમાં ચાલીસમો બોલ નીકળ્યો.
(અહીંયાં કહે છે), વસ્તુનું સ્વરૂપ છે. “ભોક્તા થતો નથી; આવું વસ્તુનું સ્વરૂપ છે.” જ્ઞાની ભોક્તા નથી. કેવો છે જ્ઞાની?” “પ્રકૃતિવમાવત: ઓલો હતો “પ્રકૃતિરૂમાવનિરતઃ. અજ્ઞાની “પ્રકૃતિવમાવનિરતઃ પ્રકૃતિ જડ, તેના લક્ષે ઉત્પન્ન થયેલો વિકાર, એમાં ‘નિરતઃ. અને ધર્મી “પ્રકૃતિરૂમાવવિરતઃ છે? ‘વિરતઃ કર્મના ઉદયના કાર્યમાં હેય જાણીને છૂટી ગયું છે.” “વિરતનો અર્થ કર્યો-વિરક્ત, વિરક્ત. રાગથી વિરક્ત છે, સ્વભાવમાં રક્ત છે. આહાહા...!
મુમુક્ષુ :- સદાચાર પ્રકૃતિ સ્વભાવ છે?
ઉત્તર :- સદાચાર શુભરાગ એ તો પ્રકૃતિ સ્વભાવ છે. લોકો જેને સદાચાર કહે એ સદાચાર છે જ નહિ. સદાચાર તો સત્ આચાર. સત્ સ્વરૂપ ભગવાન, એનું આચરણ કરવું તે સદાચાર છે. લોકો સદાચાર લૌકિકમાં કહે છે એ સદાચાર છે જ નહિ. આહાહા...!