________________
૧૫૦
કલશામૃત ભાગ-૬
નૈતિક જીવન હો. પરસ્ત્રીનો ત્યાગ હો, આદિ બધું લૌકિક સજ્જનતા છે, શુભભાવ છે. એ સદાચાર નથી. વ્યવહારનયથી સદાચાર કહેવામાં આવે છે. આહાહા. માર્ગ તો એવો છે. “નિયમસારનું કહ્યું હતું. સમજાય છે કાંઈ
કર્મના ઉદયના કાર્યમાં...” એનો અર્થ એવો નથી કે, કર્મનો ઉદય આવ્યો માટે અહીંયાં રાગ થયો. પણ ઉદય છે અને એ તરફનું લક્ષ છે તો કાર્ય–રાગ થયો. એ ઉદયના કાર્યમાં વિરત છે-વિરક્ત છે. ધર્મી ઉદયના કાર્યમાં વિરક્ત છે અને સ્વભાવના કાર્યમાં રક્ત છે. આહાહા.! સમજાય છે કાંઈ? વિરક્ત છે તેનો અર્થ કર્યો કે, હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને...” “હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને...” સમ્યગ્દષ્ટિને રાગ આવે છે પણ સ્વામિત્વપણું છૂટી ગયું છે. આહાહા...! ધણી નહિ. મારી ચીજ છે એમ માનતા નથી. આહાહા.! જ્ઞાતાના જ્ઞાનમાં શેય તરીકે–પરણેય તરીકે જાણે છે. સ્વામીપણું નથી. આહાહા...! આ દશા છે, બાપુ સ્વામીપણું જેને, એવો છે.” શું? “હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને ઓલું વિરત છે ને? વિરત. વિરતનો અર્થ સ્વામિત્વપણું છૂટી ગયું, એમ. “એવો છે.”
“ભાવાર્થ આમ છે કે જીવને સમ્યક્ત્વ થતાં અશુદ્ધપણું મટ્યું છે....” દૃષ્ટિ અને સ્વભાવની અપેક્ષાએ કહ્યું કે, અશુદ્ધપણું મટી ગયું છે. દૃષ્ટિનું અને અનંતાનુબંધીનું અશુદ્ધપણું મટી ગયું છે પણ અહીંયાં અશુદ્ધપણું મટી ગયું છે એમ સામાન્ય કહ્યું છે. તેથી ભોક્તા નથી.” અશુદ્ધપણું દૃષ્ટિના વિષયમાં રહ્યું નહિ. દૃષ્ટિના વિષયમાં તો ભગવાન રહ્યો તો સમ્યગ્દષ્ટિને રાગનો ભોક્તા કહેવામાં આવતો નથી. કેમકે રાગનું સ્વામિપણું એને છે નહિ માટે તે ભોક્તા નથી એમ કહેવામાં આવે છે. વિશેષ કહેશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)