________________
૧૪૫
...’ ‘શ્રીમદ્ કહે છે, “મૂળ મારગ સાંભળો જિનનો રે' મૂળ માર્ગ આ. આહાહા..! એ માર્ગ અંત૨માં છે. માર્ગ પર્યાયમાં છે, માર્ગ રાગમાં નથી, માર્ગ દ્રવ્ય-ગુણમાં નથી. આહાહા..! સમજાય છે કાંઈ?
કળશ-૧૯૭
શુદ્ધ વસ્તુના અનુભવરૂપ સમ્યક્ત્વપરિણતિરૂપ...’ એમ પાછું છે. એકલી પરિણિત નથી લીધી. ત્યાં પણ અનુભવ નથી લીધો. શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...’ એમ. શુદ્ધ વસ્તુના અનુભવસ્વરૂપ ‘સમ્યક્ત્વપરિણતિરૂપ... આહાહા..! સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે.’ ધર્મીને તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્યનું ધ્યેય, જે ધ્યાનમાં ધ્યેય બનાવ્યું, ધ્રુવને ધ્યાનમાં ધ્યેય બનાવ્યું, એ ધ્યેય એક સમય પણ ખસે નહિ. આહાહા..! ચાહે તો શુભઉપયોગ આવી જાય, અશુભઉપયોગ આવી જાય પણ ધ્રુવના ધ્યેયની પિરણિત જે છે એ ક્યારેય ખસતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ? ‘હસમુખભાઈ’! બધું ઝીણું છે બાપુ આ તો. રૂપિયામાં ક્યાંય હાથ આવે એવું નથી. ધૂળ છે બધી. આહાહા..!
ત્રણલોકનો નાથ પરમાત્મ સ્વરૂપ પ્રભુ પોતે છે. આહાહા..! એ પરમાત્મ સ્વરૂપ, પરિણિત-અનુભવમાં આવતો નથી પણ તેનો અનુભવ થાય છે. એ અનુભવરૂપ સમ્યક્ત્વપરિણતિરૂપ સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે.’ એમ લીધું ને? આહાહા..! એનો અર્થ–જે ધ્રુવનો અનુભવ કર્યો અને ધ્રુવને ધ્યેય બનાવ્યું એ ધ્રુવનું ધ્યેય એક સમય પણ ખસતું નથી. આહાહા..! ચાહે તો ખાતા હોય, પીતા હોય એવી ક્રિયામાં દેખાય પણ ધ્રુવનું ધ્યેયથી એક સમય પણ ખસતા નથી. આહાહા..! સમજાય છે કાંઈ? માર્ગ પ્રભુ (આવો છે). મોટો પ્રભુ પોતે છે તો એનો માર્ગ પણ પ્રભુ જેવો મોટો હોય. આહાહા..!
સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે. શું જાણીને એવો થાય?” આહાહા..! ‘કૃતિ વં નિયમં નિરૂપ્ય” એ પ્રકારે કહે છે કે, એ તો વસ્તુનું સ્વરૂપ એવું છે. નિયમનો અર્થ કર્યો. ‘વં નિયમં” “એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને અવધારીને.' આહાહા..! પૂર્ણ આનંદસ્વરૂપ ભગવાન ધ્રુવ એવું વસ્તુ સ્વરૂપ, તેના પરિણમનના નિશ્ચયને અવધારીને.’ તેની પર્યાયમાં પરિણમન કરીને નિશ્ચય અવધારીને, આહાહા..! છે? પવૅ નિયમં” “વં નિયમ” એ વસ્તુના સ્વરૂપનો નિશ્ચય. પરિણમનનો નિશ્ચય લીધો, પછી અર્થ કર્યો. પરિણમનના નિશ્ચયને અવધારીને.’ એ પરિણમન કાયમ રાખીને, અવધારીને પરિણમન કાયમ રાખીને, થોડું ઘણું ગુજરાતી આવી જાય છે, હિન્દીમાં થોડું સ્પષ્ટ થાય છે. આહાહા..!
એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને...’ મૂળ તો ‘વં નિયમં” શબ્દ છે. ‘વં’ એટલે વસ્તુ. ‘વં’ એટલે વસ્તુ ‘નિયમં” એટલે એનો નિશ્ચય. એના પરિણમનનો નિશ્ચય. આહાહા..! આ તો ભાગવત કથા છે. ‘નિયમસા૨’માં આવે છે ને? છેલ્લામાં. આ ભાગવત કથા છે. ભગવત સ્વરૂપ પરમાત્મા. અન્યમતિ ઓલું ભાગવત કહે છે એ નહિ, હોં! આહાહા..! ‘નિયમસાર’માં છેલ્લી ગાથામાં છે અને નિયમસાર'માં તો એમ પણ કહ્યું, બપોરે ચાલે છે.