________________
કળશ- ૨૧૯
૪૫૫
થાય તે રીતે પ્રકાશે છે. આહાહા.! સમજાણું કાંઈ? એનો અર્થ વિશેષ કર્યો.
“વરમાત’ જીવ, પુદ્ગલ છ દ્રવ્ય. “ઉત્પત્તિઃ” “અખંડ ધારારૂપ પરિણામ...” ભાષા શું લીધી? દરેક દ્રવ્યમાં જે પર્યાય-અવસ્થા થાય, ધારાવાહી, એક પછી એક, એક પછી એક ધારાવાહી અવસ્થા થાય, એને “ઉત્પત્તિ નો અર્થ અહીં અખંડ ધારાવાહી ગણ્યો. આહાહા...! જીવમાં ધારાવાહી પર્યાય ઉત્પન્ન થાય-રાગ, દ્વેષ, પુષ્ય, પાપ આદિ અને કર્મમાં પણ કર્મની અવસ્થા ધારાવાહી થાય એ બધી કોઈ પરથી થતી નથી. આહાહા.!
અખંડ ધારારૂપ પરિણામપરિણામ એટલે અવસ્થા. દરેક દ્રવ્યની ત્રિકાળ રહીને પણ વર્તમાન અવસ્થા, પલટતી અવસ્થા ધારાવાહી ઉત્પન્ન થાય છે. આ વિચાર બદલાય છે ને? જુઓને બદલાય છે એ દશા બદલાય છે, વસ્તુ તો ધ્રુવ ત્રિકાળ છે. પણ એની અવસ્થા વર્તમાન બદલાય છે. જેમ સોનું સોનાપણે કાયમ રહે છે, એના પીળાશ, ચીકાશ ગુણો પણ કાયમ રહે છે, તેમ એની કુંડળ, કડાંરૂપ અવસ્થા, કુંડળ, કડા, વીંટી અવસ્થા બદલે છે. તેમ આત્મામાં વસ્તુ અને એના ગુણો કાયમ રહીને તેની વર્તમાન અવસ્થા રાગદ્વેષ, પુણ્ય-પાપ, સમકિત, જ્ઞાનાદિ થયા કરે છે. એ એનો ધારાવાહી પરિણામ સ્વભાવ છે. આહાહા.! સમજાણું કાંઈ?
“અખંડ ધારારૂપ પરિણામ.” “ઉત્પત્તિની વ્યાખ્યા કરી. પરિણામ એટલે ઉત્પત્તિ. પણ કઈ રીતે? કે, અખંડ ધારા. એમ. ઉત્પન, ઉત્પન, ઉત્પન્ન... ઉત્પાદ, ઉત્પાદ, ઉત્પાદ.. ધારાવાહી. વિકારનો ઉત્પાદ પણ ધારાવાહી તે તે દ્રવ્યમાં તે તે દ્રવ્યના સ્વભાવથી થાય છે. આહાહા...! આવું તો કેટલું ચોખ્ખું લખાણ છે આમાં વાંચ્યું નહિ હોય? વાંચતા નહિ હોય? બધા પંડિતો ગોટા વાળે છે. કેટલાક આને માને નહિ. રતનચંદજીને છે ને? સુધારો કરવા માગતા હતા. કેટલો સુધારો કરે? હૈ?
મુમુક્ષુ – ઈ કહે કે, આચાર્યનું કથન.
ઉત્તર – આચાર્યનું કથન પણ ન્યાયનું કથન છે કે નહિ? આહાહા. બાળક હોય પણ સત્ય કહેતો હોય તો બરાબર છે અને મોટો પંડિત હોય ને અસત્ય કહેતો હોય તો જૂઠું છે. આહાહા ! એ પંડિત-ખંડિત નથી. પંડ્યા. પંડ્યા ફોતરા ખંડ્યા. ચોખા મૂકીને ફોતરા (ખાંડ્યા). ચાવલ છે ને ચાવલ? હોય ને શું કહેવાય છે? ડાંગર. ફોતરા ઉપરના ખાંડે એમાંથી ચોખા નીકળે? ચોખો તો અંદર પડ્યો છે જુદો. આહાહા. એમ બહારના વિકલ્પના ફોતરા ખાંડ્યા. આહાહા. ભગવાન અંદર આનંદનો નાથ પ્રભુ એ પોતે ભૂલીને વિકાર કરે છે અને ભૂલ ટાળીને પોતે નિર્વિકારી થાય છે એવી એને ખબર નથી. સમજાણું
કાંઈ
પવરસ્વમાન વજન અહીં છે, જુઓ વિકાર પણ “સ્વમાન'. આહાહા..! એ પ્રશ્ન હતો ને ત્યાં, તે દિ? વિકાર જો કર્મથી ન થાય તો તો એનો સ્વભાવ થઈ જાય. ભઈ!
તો એનો સ્વભાવ થઈ જાય છે