________________
૪૫૬
કલશામૃત ભાગ-૬
સ્વભાવ જ છે, સ્વસ્ય ભવનમ્. પોતાની પર્યાયમાં–હાલતમાં થાય, સ્વપર્યાયમાં ભાવ માટે ‘સ્વમાવેન” એમ કહ્યું, દેખોને! છે? ‘સ્વસ્વમાવેન” પોતપોતાના..’ સ્વભાવ એટલે સ્વરૂપે છે,...’ આહાહા..! જે મિથ્યાત્વ ને રાગ-દ્વેષની વાસના કરે તે તે તેના સ્વરૂપમાં તે છે. ૫૨ને લઈને નહિ અને પ૨સ્વરૂપ નહિ. આહાહા..!
ઉત્પત્તિ.. ઉત્પત્તિ.. ઉત્પત્તિ એમ ધારાવાહી થાય છે ને? જ્યાં સુધી વિકાર છે ત્યાં સુધી. વિકાર પલટ્યો ત્યારે પછી આ બાજુ વળ્યો. ધારાવાહી નિર્વિકારી દશા થઈ. અહીં તો અત્યારે વિકારનું સિદ્ધ કરવું છે ને. આહાહા! અનાદિથી વિકારની ધારાવાહી પ્રવૃત્તિ કરે છે એ જીવ પોતે કરે છે, એમ કહે છે. અરે......! આહાહા..! ચોરાશીના અવતાર. એક એક યોનિમાં ચોરાશી લાખ યોનિમાં અનંતા અવતાર કર્યાં. વાસ્તવિક તત્ત્વની દૃષ્ટિની ખબર ન મળે. આહા..! માણસ મરીને ઢોર થાય. અહીં અબજોપતિ હોય ને બીજે દિ' ગાયને કુંખે વાછરડું થાય. અંદર ડુંખમાં. પછી ચાર, છ મહિના આવે. બકરાની કૂંખે (જાય). આ બકરાના બચ્ચા બહાર નીકળે છે ને? વિચાર આવે કે આ ક્યાંથી મરીને આવ્યો હશે? નાના નાના બચ્ચા મરીને (આવ્યા હોય). કોઈ માણસ મરીને, કોઈ ઢોર મરીને,.. આહાહા..! સ્વરૂપ શું છે અને વિકાર કેમ થાય છે એની કાંઈ ખબરું ન મળે. આંધળેઆંધળા અનાદિથી ચાલે છે. વિકા૨ કર્મ કરાવે? કર્મ તો નિમિત્ત થઈને જ આવે, વિકાર કરવો જ પડે, એમ કહે છે, લ્યો! આહાહા..! તદ્દન મિથ્યાદષ્ટિ છે. આહાહા..!
મુમુક્ષુ :- કર્મ કરાવે નહિ. જ્યાં જ્યાં કર્મ ત્યાં ત્યાં વિકાર.
ઉત્તર :- ઇ આવે એમાં. ‘આત્માવલોકન’માં આવે છે કે, કર્મ છે ત્યાં સુધી વિકાર અને કર્મ ન હોય ત્યારે વિકાર નહિ. પણ ઇ તો કઈ અપેક્ષા સિદ્ધ કરી? આહાહા..! એનું લક્ષ જ્યાં સુધી કર્મ ઉપર છે ત્યાં સુધી વિકાર કરે છે. એટલે કર્મથી થયું અને કર્મ હતું તો થયું એમ કહેવામાં આવ્યું. ‘આત્માવલોકન’માં બે-ત્રણ ઠેકાણે આવે છે.
મુમુક્ષુ :– સિદ્ધમાં કર્મ નથી અને વિકાર પણ નથી.
ઉત્તર ઃ- એમાં લખ્યું છે. કર્મ નથી અને વિકાર નથી. પણ કઈ અપેક્ષાએ? એ વિકા૨ કરતો હતો ત્યારે કર્મ નિમિત્ત હતું અને વિકાર છોડી દીધો ત્યારે કર્મનું નિમિત્ત ન રહ્યું, એ તો પોતાને કા૨ણે છે. આહાહા..!
અહીં વધારે વજન અહીં છે. ‘સ્વસ્વમાવેન” પોતપોતાના સ્વરૂપે...' મિથ્યાત્વભાવ, રાગદ્વેષભાવ પોતાના સ્વરૂપે થાય છે. આહાહા..! સ્વસ્વમાવેન”નો અર્થ સ્વરૂપે કર્યો. સ્વસ્વભાવથી એટલે સ્વસ્વરૂપથી થાય છે એ. આહાહા..! એક બાજુ કહેવું કે વિકારનો સ્વામી પુદ્ગલ. કઈ અપેક્ષા છે? જેને વસ્તુની દૃષ્ટિ કરવી છે તેનો વિકાર એના સ્વભાવમાં નથી તો વિકારનો સ્વામી કર્મ છે, એમ કહ્યું. આહાહા..! એક જ પકડે એમ કંઈ ચાલે? ‘સ્વસ્વમાવેન અન્નશ્ચાસ્તિ જોયું? દરેક જીવ વિકાર ધારાવાહી કરે છે એ સ્વસ્વરૂપે એવું જ અનુભવમાં નિશ્ચિત થાય