________________
કળશ-૨૧૯
૪૫૭
છે.” “અન્નક્ષત્તિ છે ને? એની પર્યાયમાં થાય છે એમ અનુભવમાં આવે છે, એમ કહે છે. આહાહા...! એમ જાણવામાં આવે છે. આહાહા...!
એમ જ વસ્તુ સધાય છે....” જોયું? વસ્તુની સ્થિતિ, દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્થિતિ એની એનામાં છે એ રીતે સધાય છે “અન્યથા વિપરીત છે. કેવી છે પરિણતિ અતિશય પ્રગટ છે.” આહાહા...! વિકાર દશા અત્યંત પ્રગટ છે અને એ ધારાવાહીનો કર્તા જીવ જ છે, પર છે નહિ. એમ જો નિર્ણય કરે તો પછી એનો સરવાળો એમ લાગે કે મારા સ્વરૂપમાં આ નથી. તે સ્વરૂપની દૃષ્ટિ કરે તો તે વિકાર ટળે, ત્યારે એને ધર્મ થાય. આ વાત છે, એનો સરવાળો. વિશેષ કહેશે...)
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)