________________
થોડા કળશો ઉપરના પ્રવચનો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે દરેક અધિકારમાં તે તે તત્ત્વોનું સ્વરૂપ સારી રીતે સ્પષ્ટ કરી, તે દરેક સ્વાંગથી રહિત પોતાનો ત્રિકાળી શુદ્ધાત્મા બતાવવાનો જ આચાર્ય ભગવંતોથી લઈ પૂજ્ય ગુરુદેવશ્રી' સુધીના દરેક ધર્માત્માનો આશય હોય છે. તે આશયને સમજી આપણે પણ શુદ્ધાત્મદ્રવ્યની દૃષ્ટિ પ્રગટ કરીએ એ જ ભાવના.
પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાનુભવમયી વાણી જીવોને પંચમકાળના છેડા સુધી સ્વાનુભવમાં નિમિત્ત થવાની છે. તે પરંપરામાં જ આ પ્રકાશન એક કડી છે. આ પ્રવચનોના અર્થોનો મર્મ જીવો જ્યારે તેનું અધ્યયન કરશે ત્યારે જ ખ્યાલ આવશે. તેથી તે સંબંધી વિશેષ વિસ્તાર ન કરતાં, મુમુક્ષુઓ આનો ઊંડાણથી અભ્યાસ કરે એવી અપેક્ષા રાખીએ છીએ.
આ પ્રવચનોને અક્ષરશઃ ઉતારી તથા તેનું મુફરિડીંગ કરવામાં જે જે સાધર્મી આત્માર્થી ભાઈઓનો સહકાર મળેલ છે તેનો સંસ્થા અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આ “કલશામૃત” ભાગ-૬ પેટે આવેલ દાનરાશિની યાદી પાછળના Page પર આપવામાં આવેલ છે. “કલશામૃત ભાગ-૬' સ્વ. રેવાબેન નાગરદાસ ટીંબડીયા – રાજકોટના સ્મરણાર્થે પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમના તરફથી રૂ. ૫૧,૦૦૦/ ની દાનરાશિ પ્રાપ્ત થયેલ છે તે બદલ સંસ્થા તેમનો આભાર માને છે.
આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
રાજકોટ