________________
૧૬૮
કિલશામૃત ભાગ-૬
સંસારમાં રખડશે. કેવો છે? જુઓ! “એવા મિથ્યાષ્ટિ જીવોને કર્મનો વિનાશ.” અર્થાતુ “શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી.” “ન મોક્ષ છે ને એટલે એમ કહ્યું).
કેવા છે તે જીવો?” “મુમુક્ષતામ્ જૈનમતાશ્રિત છે,... જૈનને માનવાવાળા છે. જેન દેવ-ગુરુ-શાસ્ત્રને માનનારા જૈન છે છતાં મિથ્યાષ્ટિ છે. કેમ? “ઘણું ભણ્યા છે....” ઘણું ભણ્યો છે, ઘણા શાસ્ત્રો વાંચ્યા છે. એમાં શું થયું છે? એવા જીવને સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા (જીવન)? “મુમુક્ષતામ્ પિ' તે મુમુક્ષ છે. મુમુક્ષ એટલે જૈનમતાશ્રિત છે.' જૈન મતને આશ્રિત (છે). “ઘણું ભણ્યા છે...” જાણપણું પણ ઘણું છે, એમાં શું થયું? અને ‘દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે....”દયા, દાન, વ્રતાદિના પરિણામ બરાબર પાળે છે, દ્રવ્યચારિત્ર. સમજાય છે કાંઈ? બ્રહ્મચર્ય પાળે છે, શરીરથી જાવજીવ બાળબ્રહ્મચારી પણ હોય છે. જૈનમતાશ્રિત મુમુક્ષુ જૈનમતાશ્રિત છે પણ દૃષ્ટિની ખબર નથી અને ઘણું ભણ્યો છે, એક વાત.
દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે..... એક વાત. આ “મોક્ષના અભિલાષી છે. એને એમ છે કે, મારે મોક્ષ લેવો છે, મોક્ષ લેવો છે. પણ એમ લેવું છે, તેવું છે, વસ્તુદૃષ્ટિ વિના (મોક્ષના) “અભિલાષી છે તો પણ તેમને મોક્ષ નથી. આહાહા...! સમજાય છે કઈ છે? જેને રાગના વિકલ્પની એકતા તૂટતી નથી અને “રાનયો: હું રાગનો કરણ-કર્તા અને ભોક્તાપણામાં પડ્યો છે તે જૈનમતાશ્રિત હોય, સંપ્રદાયમાં હોય, ઘણું ભણ્યો હોય અને દ્રવ્યક્રિયા પણ કરતો હોય, જાવજીવ બાળબ્રહ્મચારી હોય, એમાં શું થયું? એ તો અનંત વાર કર્યું છે. બાળબ્રહ્મચારી તો શુભભાવ, રાગ છે. બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ, તેનું ચરી નામ ચરવું, આનંદમાં રમવું તો છે નહિ. સમજાય છે કાંઈ? એ કહે છે.
દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે, મોક્ષના અભિલાષી છે તો પણ તેમને મોક્ષ નથી.” આહાહા...! વસ્તુની દૃષ્ટિની જ્યાં ખબર નથી, સમ્યગ્દર્શન કોને કહેવું અને સમ્યગ્દર્શન કેવી રીતે ઉત્પન્ન થાય? એ વિના બધી વાત થોથા છે. ભણ્યો, ગણ્યો, ચારિત્ર ક્રિયા બધું (થોથા છે). આકરું પડે માણસને, શું થાય? આહાહા.! ઉપમા આપે છે.
કોની જેમ?” “સામાન્યનનવત’. ઈશ્વરને કર્તા માનનારા હોય છે ને સામાન્યજન. જગતનો કર્તા ઈશ્વર છે એમ માનનારા. પાઠમાં એ છે, મૂળ પાઠમાં. “સામાન્યજ્ઞનવ જેમ તાપસ, યોગી, ભરડા ઈત્યાદિ જીવોને મોક્ષ નથી...” મિથ્યાષ્ટિને. વેદાંત માનનારા, ઈશ્વરને કર્તા માનનારાને જેમ મોક્ષ નથી તેમ આ જીવને પણ મોક્ષ નથી. જૈનમતાશ્રિત ભણ્યો, ગણ્યો છે, દ્રવ્યચારિત્ર પાળે છે તોપણ એ મિથ્યાષ્ટિ છે, તેને મોક્ષ નથી, ધર્મ નથી. આહાહા...! સમજાય છે કાંઈ?
ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે, કાંઈક વિશેષ હશે; પરંતુ વિશેષ તો કાંઈ નથી.” જૈનધર્મમાં તો છે, જૈનધર્મ પાળે તો છે ને વ્યવહાર ક્રિયા આદિ જૈનના