________________
૧૫૨
કલશામૃત ભાગ-૬
રચનારો નથી. થાય છે, પણ એ મારું કાર્ય છે એમ નથી. તેનું સ્વામીત્વપણું છૂટી ગયું છે અને પોતામાં રાગનું જ્ઞાન કરીને જ્ઞાનનું વેદન કરે છે. સૂક્ષ્મ વાત છે, પ્રભુ! આહાહા...! ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ કોને કહીએ? કે, જેને પોતાનો સ્વભાવ ધ્રુવ શુદ્ધ ચૈતન્ય, જેને નિયમસાર’માં કા૨ણપ૨માત્મા કહ્યો, એને દૃષ્ટિમાં લઈ જેનો અનુભવ થયો છે કે, હું તો આનંદ અને જ્ઞાન સ્વરૂપી આત્મા છું એવો સમ્યગ્દષ્ટિ પોતાના સ્વભાવથી વિપરીત રાગાદિ ભાવ, દયા, દાન, વ્રતાદિના વિકલ્પ થાય છે તેનો કર્તા થતો નથી. સમજાય છે કાંઈ? તેને જ્ઞાતા-દૃષ્ટાપણે જાણે છે. મારી ચીજમાં એ રાગ નથી, વ્યવહાર આવે છે. દયા, દાનાદિ વિકલ્પ, ભગવાનની ભક્તિ એવો ભાવ આવે છે પણ તેનો તે જ્ઞાતા-દૃષ્ટા રહે છે. કેમકે પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ (છે), તેની અપેક્ષાએ રાગની, વિકલ્પની રચના કરવી એવું દૃષ્ટિમાં નથી અને દૃષ્ટિના વિષયમાં પણ એ નથી. સમજાય છે કાંઈ?
કહે છે કે, રાગાદિ અશુદ્ધ પરિણામ. રાગાદિ એટલે દ્વેષ આદિ, અંશ આદિ. ‘અશુદ્ધ પરિણામોનો કર્તા નથી...’ આહાહા..! ‘કરે કર્મ સો હી ક૨તારા, જો જાને સો જાનનહારા’ એ નિર્જરા અધિકા૨’(માં) કહ્યું છે. ‘કર્તા સો જાને નહીં કોઈ, જાને સો કર્તા નહીં હોઈ,’ કરે કર્મ સો હી કરતારા' રાગ મારું કર્તવ્ય છે, એવું કરનારો છે તે મિથ્યાદૃષ્ટિ કર્તા જ હોય છે. કરે કર્મ સો હી કરતાા, જો જાને સો જાનનહારા' પણ પોતાનું સ્વરૂપ જે સ્વપપ્રકાશક છે, તેનું જેને અંત૨માં જ્ઞાન, દર્શન થયા છે તે રાગને જાણનારો રહે છે. યશપાલજી’! ઝીણી વાતું છે, ભગવાન! એ રાગ જાને સો જાનનહારા, એ વાત છે. આહાહા..! રાગ આવે છે તો રાગ સંબંધીનું જ્ઞાન, રાગ છે માટે રાગનું જ્ઞાન થાય છે એમ પણ નથી, પોતાના સ્વભાવની જ્યાં દષ્ટિ થઈ–સમ્યગ્દર્શન, આનંદનું અંશે વેદન (થયું) ત્યાં તે જ્ઞાનની પર્યાયમાં એક સમયમાં સ્વપપ્રકાશક પર્યાય પોતાથી, પોતાના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે તો રાગને જાણે છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. આહાહા..! એ રાગ સંબંધી પોતાનું જ્ઞાન છે એ શાનને જ્ઞાન જાણે છે. આવી વાત છે. દેવલાલીજી’! ઉપદેશના વાક્યમાં તો એમ આવે કે, રાગને જાણે છે એમ આવ્યું લ્યો! રાગ તો ૫૨ છે. રાગને જાણે છે, જ્ઞાન સ્વપપ્રકાશકના સામર્થ્યમાં રાગનું જ્ઞાન થઈ જાય છે એ રાગ છે માટે નહિ, પોતાના સ્વરૂપની દૃષ્ટિ થઈ છે તો પોતાની સ્વપપ્રકાશક પર્યાય પોતાના સામર્થ્યથી પોતામાં થાય છે. આહાહા..! ફેર બહુ, બાપુ! સમજાય છે કાંઈ? આહા..!
“અશુદ્ધ પરિણામોનો કર્તા નથી અને સુખદુઃખ ઇત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી.' આહાહા..! સુખદુઃખ (એટલે) આ કલ્પનાના, હોં! આ આત્માના સુખની વાત નથી. આ સુખદુઃખની કલ્પનાના સુખ. ઇન્દ્રિયો તરફ આ ઠીક છે એવો રાગ, અઠીક છે એવો દ્વેષ, એ સુખ. આત્માના સુખની વાત અહીં નથી. એ સુખદુઃખથી માંડી અશુદ્ધ પરિણામોનો...’ એમ લીધું ને? સુખ એટલે ઇન્દ્રિયમાં સુખ છે એવી કલ્પના, એ અહીંયાં લેવું છે. સુખ