________________
૩૪૨
કલશામૃત ભાગ-૬
પોતે પોતાપણે પરિણમે છે. જેમ અગ્નિ હોય તો અહીં જ્ઞાન અગ્નિને જાણવાપણે પરિણમે. અગ્નિને જાણવાપણે એટલે અગ્નિ જે શેય સ્વરૂપ છે તેનું અહીં જ્ઞાન પોતાથી પોતારૂપે પરિણમે. એ અગ્નિને કા૨ણે અહીં જ્ઞાનનું જાણવું થાય એમ બનતું નથી. આહાહા..! ભારે આકરું કામ. ‘વાડા બાંધીને બેઠા રે, પોતાનો પંથ કરવાને સહુ,' પણ તત્ત્વ શું છે એની મર્યાદા ન જાણે ત્યાં સુધી એને ધર્મ ન થાય. આહાહા..! છે?
‘તથાપિ અન્યવક્ત્વન્તરમ્’ ‘તોપણ એક કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય...’ ‘અપરવસ્તુન: ન વિશતિ” કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી;..' જોયું? આહાહા..! એક ૫૨માણુ બીજા પરમાણુમાં પ્રવેશ કરતો નથી ત્યારે પોતાનું અસ્તિત્વ ભિન્ન રાખે છે. એમ આત્માનું જ્ઞાન પરમાં પ્રવેશ કરતું નથી અને એ જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશ કરતું નથી ત્યારે જ્ઞાન અને શેયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આહાહા..! છેલ્લું કહેશે. જુઓ! કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી; વસ્તુસ્વભાવ એવો છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સમસ્ત શેયવસ્તુને જાણે છે...’ જોયું? બધાને જાણે, હોં! ત્રણકાળ, ત્રણલોકને. એવો તો સ્વભાવ છે, પરંતુ જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી....' આ સરવાળો આવ્યો. જાણનાર શેયને જાણે છતાં જ્ઞાન શેયરૂપે થતું નથી અને જ્ઞેય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથી...' છે? શેય દ્રવ્યરૂપ પરિણમતું નથી. આહાહા..! શેય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથી...' આહાહા..!
વીંછીને જાણતા વીંછી છે એ કાંઈ આ જ્ઞાનરૂપે થતો નથી, જ્ઞાનમાં પેસતો નથી અને છતાં વીંછીનું જ્ઞાન પોતાને એને અડ્યા વિના જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન જ્ઞેયમાં જતું નથી અને જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી. આહાહા..! હવે એક કલાકમાં આવા બધા સિદ્ધાંતો (આવે). એવી વસ્તુની મર્યાદા છે.’ લ્યો! આ રીતે વસ્તુનો નિયમ અને મર્યાદા છે. કોઈ કોઈને અડતું નથી અને પોતાનું અસ્તિત્વ રાખે છે. એ રીતે જ્યાં સુધી જ્ઞાન ન કરે ત્યાં સુધી એનું જ્ઞાન જુદું છે. વિશેષ કહેશે...) (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)