________________
કળશ-૨૧૨
૩૪૧
મુમુક્ષુ :– ખરાબ સમાચાર સાંભળતા જ જ્ઞાન બગડી જાય છે.
ઉત્તર :- વસ્તુ એવી છે, બાપુ!
જ્ઞાનસ્વરૂપી ભગવાનઆત્મા એ પ૨ને જાણે છે માટે ૫૨માં પ્રવેશ કર્યો માટે જાણે છે એમ નથી. એ પ્રશ્ન (સંવત) ૧૯૮૪માં થયેલો. ૧૯૮૪ની સાલ ‘રાણપુર’ ચોમાસુ હતુ. એક છે, ભાવસાર હતો? ખત્રી.. ખત્રી. ‘નારણભાઈ’ના ઘરની આ બાજુ. હેં? ‘રૂગનાથ ખત્રી’. એ વ્યાખ્યાનમાં આવે. ૧૯૮૪ની વાત છે. કેટલા વર્ષ થયા? હૈં? પચાસ થયા. વ્યાખ્યાનમાં અમારી તો પહેલેથી પ્રસિદ્ધિ છે ને! એણે પ્રશ્ન મૂક્યો હતો કે, મહારાજ! તમે કહો છો કે ૫૨ને જાણે. તો પ૨માં પ્રવેશ કર્યા વિના કેવી રીતે જાણે? આ પ્રશ્ન કર્યો હતો. એને તો વેદાંત સિદ્ધ કરવું હતું ને? વેદાંત. એક જ વસ્તુ છે એમ એને સિદ્ધ કરવું હતું. વેદાંત એક જ આત્મા વ્યાપક કહે છે ને? બિલકુલ જૂઠ છે. એટલે એમ કે આ આત્મા પરને જાણે તો ૫૨માં પ્રવેશ કર્યા વિના કેમ જાણે? એમ પ્રશ્ન હતો. કીધું, પ્રવેશ કર્યા વિના જાણે. અગ્નિને આત્મા જાણે તો શાને અગ્નિમાં પ્રવેશ કર્યો છે? આ અગ્નિ છે એને જ્ઞાન જાણે તો શાને અગ્નિમાં પ્રવેશ કર્યો છે? છતાં અગ્નિનું જ્ઞાન પોતાથી પોતે જાણે છે. એમાં પ્રવેશ કરે તો જ એને જાણે, એવું કાંઈ છે નહિ. આહાહા..! આ તો ઘણા પ્રશ્નો ઉઠેલા ને ઘણા માણસો (આવે). સંપ્રદાયમાં તો આ સત્ય ચીજ છે નહિ. વાડા બાંધીને બેઠા. ઓલો કહે દયા પાળો, ઓલો કહે વ્રત કરો, ઓલો કહે ભગવાનની ભક્તિ કરો. જાઓ, મરીને સ્વતત્ત્વની શી સ્થિતિ છે? પરની સ્થિતિ શું છે એને વાસ્તવિક જાણ્યા વિના સમ્યજ્ઞાન થાય જ નહિ અને સમ્યજ્ઞાન વિના સ્વરૂપની રમણતા–ચારિત્ર હોય નહિ. આહાહા..! છે?
એક બીજી વાત છે કે, એનામાં અનંત શક્તિ છે. સમજાય છે? આત્મામાં અનંત શક્તિ છે પણ એવી કોઈ શક્તિ નથી કે પરને સ્પર્શે, એમ કહેવું છે. આત્મામાં અનંત શક્તિ છે પણ કોઈ એવી શક્તિ નથી કે પરને કરે. સમજાણું કાંઈ? આહાહા..! અનંત શક્તિ છે. અવિનશ્વર ચેતનાશક્તિ જેની એવું જીવદ્રવ્ય...' જ્ઞાન ભગવાન જ્ઞાનસ્વરૂપ ૫૨માં પ્રવેશ કર્યાં વિના સ્વયં તે શેયનું સ્વરૂપ જેવું છે તેના સ્વરૂપે પોતે શાન પોતાથી પરિણમે અને જાણે છે. આહાહા..! આમાં તો તમારા ત્યાં લોઢામાં હાથ આવે એવું નથી. લાદીમાં છે ક્યાંય? આખો દિ'... લાદીમાં લાદી છે, પથરા. આહાહા..!
ત્રણલોકનો નાથ ચૈતન્યપ્રભુ અંદર, કહે છે કે, ૫૨ને જાણતા તેની પર્યાય જાણવાની પર્યાય પરમાં પેઠી છે? અને જે જણાય છે તે જ્ઞેય અહીં જ્ઞાનમાં પેઠુ છે? આહાહા..! ૫૨માં પેસે અને જાણે તો તો અનંત છે તે અનંતપણે રહે જ નહિ. આહાહા..! પોતે પોતામાં રહી અને ૫૨ને અડ્યા વિના પરનું જ્ઞાન કરે એ પરનું જ્ઞાન નથી, ખરેખર તો સ્વનું જ્ઞાન છે. આહાહા..! છે?
સ્વયં સમસ્ત જ્ઞેયને જાણીને શેયાકારરૂપે પરિણમે છે.’ જેવું તે શેય છે તેના સ્વભાવરૂપે