________________
કળશ- ૨૧૮
૪૪૫
સુગમ છે, કાંઈ મુશ્કેલ નથી;.” આહા. ચૈતન્ય જ્ઞાયક ચૈતન્ય પ્રભુ અનાદિઅનંત નિત્ય વસ્તુ અવિનાશી વસ્તુ આત્મા છે. કંઈ કોઈથી ઉત્પન્ન થઈ છે અને કોઈથી નાશ થશે એવી એ ચીજ નથી. આહાહા.! એવો જે ભગવાન આત્મા એની વર્તમાન દશામાં, વર્તમાન હાલતમાં, વર્તમાન પર્યાય એટલે અંશમાં વિકૃતભાવ જે ઊભો થયો છે એ જીવે પોતે કર્યો છે અને જીવની દશામાં થયેલ છે. આહાહા.! કોઈ કર્મે વિકાર કરાવ્યો છે કે પરદ્રવ્ય એને વિકાર કરાવ્યો છે એમ નથી. આહાહા..! પણ તે વિકારનું અસ્તિત્વ ક્ષણિક છે અને ભગવાન જીવદ્રવ્ય સત્તારૂપે ત્રિકાળ છે. આહાહા.! આવું ઝીણું.
એ વિદ્યમાન ત્રિકાળ પ્રભુ ચૈતન્યજ્યોત છે એનો જો આશ્રય કરે અને વિકૃત અવસ્થા તરફનું લક્ષ છોડી દે તો એ વિકૃત અવસ્થા સર્વથા મટી શકે છે. આવું છે. કેવો ધર્મ આ? કઈ જાતનો? વસ્તુનો સ્વભાવ આવો છે, બાપુ જગતને હાથ આવતો નથી. આહાહા.! ઓલામાં કહ્યું છે ને “મોક્ષમાર્ગ પ્રકાશકમાં. અમે નિશ્ચયની શ્રદ્ધા કરીએ છીએ અને વ્યવહારની પ્રવૃત્તિ કરીએ છીએ. આવે છે ને? તો કહ્યું, નહિ. નિશ્ચયની નિશ્ચયરૂપે શ્રદ્ધા કરો અને વ્યવહારની વ્યવહારરૂપે શ્રદ્ધા કરો. આવે છે? એમ રાગ-દ્વેષ વ્યવહારે તારામાં થાય છે એની શ્રદ્ધા કરો. તારામાં થાય છે, વ્યવહારનયનો વિષય છે એ તારાથી થાય છે. આહાહા.! ભારે છે.
નિશ્ચયનયના બે ભેદ લીધા છે ને? “આલાપ પદ્ધતિમાં. દ્રવ્ય અને પર્યાય. બે નિશ્ચય છે. નિશ્ચય એટલે કે છે. દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. બેય છે તે નિશ્ચય છે. છે એ અપેક્ષાએ નિશ્ચય છે. પર્યાય છે. એને પર્યાય તરીકે માનવી જોઈએ. એકલો શુદ્ધનયનો વિષય માનવો અને પર્યાય ન માનવી એ તો મિથ્યાત્વ છે, એકાંત છે. સમજાણું કાંઈ? આહાહા...!
અહીંયાં એ કહે છે કે, એ સ્વરૂપ પોતાનું જે શુદ્ધ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ નિત્યાનંદ નાથ આત્મા... આહાહા...! એની સામું જોઈ અને શુદ્ધ પરિણમે તો રાગ-દ્વેષ સર્વથા મટી શકે છે. સર્વથા મટી શકે છે, એમ. કિંચિત્માત્ર રહી શકે નહિ. આહા...! “કાંઈ મુકેલ નથી; અશુદ્ધ પરિણતિ મટે છે.” પરિણતિ એટલે અવસ્થા. અવસ્થા એટલે હાલત, હાલત એટલે દશા. એની મલિન પરિણામની વર્તમાન દશાને પરિણતિ કહેવામાં આવે છે. તે દશા ટળી શકે છે અને શુદ્ધ પરિણતિ પ્રગટ કરી શકે છે. આહાહા! આવી વાતું. ભાષા જ કોઈ ગ્રીક લેટિન જેવી લાગે. છે એવું, બાપા આહા...! એ ધર્મના વિષયમાં હજી આવ્યો નથી. જોવા ગયો નથી કે આ શું છે અને આ શું થાય છે? બહારની કડાકૂટમાં અનંતકાળથી મરી ગયો. આહા...! સમજાણું કાંઈ?
ભગવાન અંદર નિત્યાનંદ પ્રભુ અવિનાશી વસ્તુ ભગવાન આત્મા છે. એવી ચીજની દૃષ્ટિ કર્યા વિના પર્યાય એટલે વર્તમાન દશામાં–હાલતમાં આ પુણ્ય-પાપ ભાવ, સુખ-દુઃખ કલ્પના