________________
૪૪૬
કલશામૃત ભાગ-૬ એ બધો વિકા૨ છે. આહાહા..! અને વિકાર છે તેને વિકાર રીતે માનવો એ વ્યવહારનયનો વિષય છે. આહાહા..! એને ન માનવો તો વ્યવહારનયનો વિષય છે તે વસ્તુ જ નથી અને વ્યવહારનય જ નથી એમ થયું. આહાહા..! સમજાણું કાંઈ? ત્યારે ઓલામાં શુદ્ધનય એક જ કીધી છે ને? અગિયારમી ગાથા. એ કઈ અપેક્ષાએ? ત્રિકાળ ધ્રુવની અપેક્ષાએ. પણ પર્યાય છે તે વિકાર છે, પર્યાય છે તે નિર્વિકાર પણ છે એને બરાબર એણે માનવી જોઈએ. સમજાણું કાંઈ? આહાહા..! નિશ્ચયના બે ભાગ પાડ્યા દ્રવ્ય અને પર્યાય. માટે તે મિથ્યાત્વ છે એમ નથી. સમજાણું કાંઈ? કા૨ણ કે ત્યાં શુદ્ધનય એક જ કીધી ત્યારે અહીં કહે છે કે, નિશ્ચયના બે પ્રકાર છે. તો એ તો પર્યાયનો સ્વીકાર કરાવે છે. અગિયારમી ગાથામાં વવારોડમૂવો” કીધું પણ એ તો ગૌણ કરીને કહ્યું છે. છે, વિકાર છે, પર્યાય છે. આહાહા..! એ પલટી શકે છે. ગુલાંટ મારે ને આત્માનો આશ્રય કરે તો વિકાર ટળી શકે છે અને આનંદની પ્રાપ્તિ થાય છે. આ એને ધર્મ કહેવામાં આવે છે. આહાહા..! સમજાણું કાંઈ? આવી વાતું છે. છે તો લોજીકથી પણ હવે ઝીણી (છે). કોઈ દિ' તપાસ કરી નથી, હું કોણ છું? આ શું થાય છે? એમ ને એમ ઓઘેઓઘે અનાદિથી ચાલ્યો છે.
મુમુક્ષુ :– એકેક જીવને એમ કહેતા કે દોષને દોષ જાણો તો ગુણ પ્રગટે.
ઉત્તર ઃ– દોષને દોષ તરીકે જાણો, પર્યાયમાં છે એમ જાણો. ઓલા મોક્ષમાર્ગ પ્રકાશક’માં તો ત્યાં સુધી કહ્યું કે, વ્યવહારને વ્યવહાર તરીકે શ્રદ્ધો. નિશ્ચયને એકલાને શ્રદ્ધો તો એકાંત મિથ્યાત્વ છે. આવે છે? સાતમાં અધ્યાયમાં આવે છે. આવે છે ને, બધી ખબર છે. એ તો જ્યાં શુદ્ધનય એક જ છે એ પ્રકા૨ કીધો એ દ્રવ્યની અપેક્ષાએ. ત્રિકાળના આશ્રયમાં જે નય છે તે એક જ પ્રકા૨ છે. અશુદ્ધનય એનો પ્રકાર નથી. પણ પર્યાય એમાં નથી એમ ત્યાં નથી કહેવું. સમજાણું કાંઈ? પર્યાય છે, વિકાર છે તે વ્યવહારનયે જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું ને પછી? આહાહા..! જાણેલો પ્રયોજનવાન છે. જાણવાલાયક છે, માન્યતા કરવા લાયક છે. આહાહા..!
અહીં તો બહુ સરસ વાત કરે છે, જુઓ! એ અશુદ્ધ પરિણતિ પર્યાયમાં છે એમ શ્રદ્ધા કરો. ત્રિકાળમાં નથી તેમ શ્રદ્ધા કરો. સમજાણું કાંઈ? આહાહા..! આવી વાત (સમજવા) ચાં નવરાશ મળે? આ દુનિયાના કામ આડે આખો દિ' હોળી સળગે. ધંધા ને વેપા૨ ને બાયડી ને છોકરા. એમાં આવો નિર્ણય કરવો, આવો આત્મા છે. બાપુ! જન્મ-મરણના ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો છે ઇ. ચોરાશી લાખના અવતાર ભાઈ! તને ખબર નથી. એ આ મિથ્યાત્વભાવ, પુણ્ય-પાપભાવ પરથી થાય છે કાં પુણ્યભાવથી ધર્મ થાય છે એવી માન્યતાથી તે ચાર ગતિમાં રખડી રહ્યો છે. આહાહા..! એ ૨૧૮ (કળશ પૂરો) થયો. ૨૧૯
કળશ.