________________
८४
કિલશામૃત ભાગ-૬
એ જીવદ્રવ્યમાં છે જ નહિ. આહાહા...! હવે આવું જીવદ્રવ્ય જ્યાં સુધી એના જ્ઞાનમાં, પ્રતીતિમાં, અનુભવમાં ન આવે ત્યાં સુધી એને જીવની શ્રદ્ધા જ નથી. આવો આત્મા છે, એવો આત્મા પ્રતીતિમાં ન આવે ત્યાં સુધી તેને તો આવો આત્મા છે, એમ છે જ નહિ. આહાહા...!
પરના એક રજકણને પણ કરી શકે એવી તો આત્મામાં તાકાત છે નહિ પરના કર્તૃત્વમાં તો પોતાનો આત્મા પાંગળો છે. પંગુ, પંગુ છે). આહાહા.. પોતાના વીર્ય-પુરુષાર્થથી પૂર્ણ ભરેલો છે. આહાહા.! એ ટંકોત્કીર્ણ જેવું છે એકરૂપ એવું છે. પ્રવેદ મહિમા “સ્વાનુભવગોચર સ્વભાવ જેનો, એવો છે.' ભાષા જુઓ. છે તો છે એવો, પણ છે એકરૂપ ત્રિકાળ આનંદરૂપ, ગુણસ્થાનાદિ ભેદ જેમાં નથી અને કર્તા-ભોક્તા પણ નથી એમ કોને પ્રતીતિમાં આવે છે? આહાહા...! આવું ત્રિકાળ અસ્તિત્વ છે, તાદામ્ય સ્વરૂપ મોજૂદગી ધરાવતી ચીજ કોને દૃષ્ટિમાં આવે છે? કહે છે. મોજૂદ છે. છે તો છે પણ કોને છે? “સ્વાનુભવગોચર સ્વભાવ જેનો, એવો છે. આહાહા..! સમજાય છે કાંઈ? એ ભગવાન આત્મા તો છે એવો છે. ત્રિકાળ આનંદકંદ જ્ઞાનકુંજ, ગુણપુંજ, શાંત. શાંતરસનો પંજ, અકષાયરસનો પુંજ એમ એક એક શક્તિના રસનો પુંજ પ્રભુ (છે), પણ કોને? આહાહા. ‘ચીમનભાઈ ! આ તમારો પ્રશ્ન હતો ને? કારણપરમાત્મા છે તો કાર્ય કેમ આવતું નથી? ભાઈનો પ્રશ્ન હતો ને? કારણપરમાત્મા કહો, આવો છે એમ કહો), આહાહા.! તો કારણ છે તો કાર્ય કેમ આવતું નથી? પણ કોને? સ્વાનુભવગોચર મહિમા જેને છે, તેને. જે એ તરફનો, સ્વનો અનુભવ કરે તેને આવો કારણપરમાત્મા છે. આહાહા...! સમજાય છે કાંઈ? જેને નજરમાં અને પ્રતીતિમાં એ ચીજ જ આવી નથી તેને છે એમ ક્યાંથી આવ્યું? આહાહા...! સમજાય છે કઈ?
એ કહ્યું, “સ્વાનુભવગોચર.” મહિમાની વ્યાખ્યા કરી. સ્વાનુભવગોચર મહિમા એમ નહિ કહેતા, “સ્વાનુભવગોચર સ્વભાવ જેનો....” (એમ) મહિમાની વ્યાખ્યા કરી. સમજાય છે કાંઈ કહેવું એમ છે કે, સ્વભાવ આવો છે, સ્વાનુભવગોચર જ સ્વભાવ છે. સ્વભાવ છે પણ સ્વાનુભવગોચર થાય તેને માટે એ સ્વભાવ છે. આહાહા...! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! ભગવાનની વાત બહુ ઝીણી છે. લોકો બહારથી (ભાની બેઠા છે. આહાહા.!
મુમુક્ષુ :- કેવળ ધારણાથી કામ ન ચાલે.
ઉત્તર :- કેવળજ્ઞાન-બેવળજ્ઞાન અંદરમાં છે નહિ. એ વસ્તુ તો એકરૂપ છે. કેવળજ્ઞાન વ્યવહારનયનો વિષય છે. અહીં તો સાધકજીવની વાત લેવી છે ને? આહાહા.! કેવળજ્ઞાન પણ વ્યવહારનયનો વિષય છે. અહીંયાં શુદ્ધનયનો વિષય એકરૂપ ત્રિકાળ બતાવવો છે. આહાહા! સમજાય છે કાંઈ?
ટંકોત્કીર્ણ જેની મહિમા. આહાહા.! એટલે? સર્વ કાળ એકરૂપ રહેવું એવો સ્વભાવ સ્વાનુભવગોચર છે. આહાહા.! આમ ગુલાંટ મારીને વાત કરે છે. શું કહ્યું સમજાણું કે, સર્વ કાળ એકરૂપ એવો છે સ્વભાવ જેનો, એવો અનુભવગોચર સ્વભાવ છે. આહાહા..!