________________
કલશમૃત ભાગ-૬
પોષ વદ ૨, બુધવાર તા. ૨૫-૦૧-૧૯૭૮.
કળશ–૧૯૩ પ્રવચન–૨૧૪
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર'. ત્યાં શુદ્ધાત્મદ્રવ્ય પણ લખ્યું છે. કયાંક છે. શુદ્ધાત્મદ્રવ્યનો અધિકાર, એમ લખ્યું છે, અને આમ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર. પહેલો શ્લોક.
(મંદાક્રાંતા) नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः । शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चिष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः ।।१-१९३।।
યં જ્ઞાનપુષ્પઃ પૂર્વતિ ત્યાંથી-છેલ્લા શબ્દથી લીધું છે. “યં જ્ઞાનપુષ્પઃ પૂર્વતિ માં” “આ વિદ્યમાન...” આ બતાવે છે-જ્ઞાનકુંજ પ્રભુ આ શુદ્ધ વિદ્યમાન છે. “યં જ્ઞાનપુષ્પ એટલે કે “શુદ્ધ જીવદ્રવ્ય...” “જ્ઞાનકુંજ અર્થાતુ શુદ્ધ જીવદ્રવ્ય...” “એટલે વિદ્યમાન, આ છે. “પ્રગટ થાય છે. શુદ્ધ જીવદ્રવ્ય પ્રગટ થાય છે. ત્રિકાળી દ્રવ્ય જે છે એ એવું ને એવું પ્રગટ થાય છે, ત્રિકાળ. ત્રિકાળ છે, પર્યાયમાં પછી પ્રગટ થાય છે, પણ વસ્તુ તો ત્રિકાળ એવી જ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને પહેલા ગુણસ્થાનથી ચૌદ ગુણસ્થાનમાં બધામાં એ વસ્તુ એકરૂપ ચિદૂઘન આનંદકંદ છે. જેમાં ગુણસ્થાનભેદ પણ નથી, જેમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ ભેદ નથી, એવી ચીજ પરના કર્તા-ભોક્તાપણાથી રહિત એટલે કે ઉત્પાદ ઉત્પાદથી શબ્દ છે ને? અહીંયાં મૂળ તો શું કહેવું છે. એ આત્મા પોતે ઉત્પાદક કર્તા અને પદ્રવ્ય ઉત્પાદ્ય (અર્થાતુ) તેનું કર્મ છે, એમ નથી. આત્મા ઉત્પાદક-કર્તા અને બીજા દ્રવ્યની પર્યાયનું ઉત્પાદ્ય-કર્મ-કાર્ય એમ નથી. એમાંથી ક્રમબદ્ધ કાર્યું છે. આ ગાથાની ટીકામાંથી ક્રમબદ્ધ કાર્યું છે.
પ્રત્યેક દ્રવ્યની પર્યાય ક્રમસર જે સમયે જે થવાવાળી છે તે જ થાય છે, એમાં પરનું કર્તા-કર્મપણું આવતું નથી. ઓહો...! આત્મા શરીરને હલાવે-ચલાવે એવી કોઈ ક્રિયા આત્મામાં નથી. આહાહા.! પરમાર્થે તો ભગવાન આત્મા રાગના બંધન અને મોક્ષના કર્તાપણાથી પણ રહિત છે. આહાહા.! એ તો જ્ઞાનકુંજ, લીધું ને પહેલું? એ તો જ્ઞાનકુંજ છે. શુદ્ધ જીવદ્રવ્ય એનો અર્થ લીધો. એ તો શુદ્ધ વસ્તુ છે. એકેન્દ્રિયાદિપણું પણ એમાં નથી એને ગુણસ્થાન