________________ 54 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. કાયમ રહી. આખરે વેનિસ સરકારે પોર્ટુગલને શરણે જઈ તેનો આશ્રય માગે, પણ તે ન મળવાથી વેનિસને નાશ થતાં પિર્ટુગલને ઉદય થયો. 7, પ્રાચીન પ્રશ્નની કુંચી–આટલી હકીકત ઉપરથી હિંદુસ્તાનને માલ આખી દુનીઓ ઉપર હજારો વર્ષ લગી કેવી રીતે પુરે પડે હતો, અને તેને લીધે સઘળાં રાજ્યોને કેટલી કિફાયત થઈ હતી તે ધ્યાનમાં આવશે. જે રાજ્યના તાબામાં આ વેપાર હોય તે શક્તિ તથા વૈભવમાં સર્વથી ચડીઆવું થતું, તેથી તે વેપાર હાથ ધરવા દુનીઓ ઉપરનાં રાજ્યમાં એક સરખી હોંસાતેસી ચાલી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં પિગીઝ, વલંદા, અંગ્રેજ વગેરે લેકમાં ચાલેલી દોડધામ આપણને વિશેષ મહત્વની જણાય છે; પણ જ્યારે એકંદર ત્રણ હજાર વર્ષ લગી આ દેડધામ ચાલુ હતી, અને તેમાં સેંકડે રાજ્યો અઑદયના વમળમાં સપડાઈ ગયાં હતાં, ત્યારે આ ત્રણ વર્ષની કંઈ ખાસ મહત્તા રહેતી નથી. આપણે જે કાળમાં રહેતા હોઈએ અને જેની પ્રત્યેક ક્ષણે આપણે અનુભવતા હોઈએ, તે કાળ ગમે તેવો અલ્પ હોય તે પણ તે આપણને મોટો અને મહત્વનો લાગે છે; પણ પાછલે કાળ હજાર વર્ષને હોય તો પણ તેના વિચારો આપણને જોઈએ તેવા આવતા નથી. આ વેપારમાં પ્રાપ્ત થતી સંપત્તિને લીધે સો પચાસ વર્ષમાં જ્યારે ઈબ્લડ સરખાં અનેક રાજ્યો વૈભવમાં ત્યાં છે, તે તે પહેલાનાં હજાર વર્ષમાં કેટલાં રાજ્યનો ઉદય થયો હશે તેને માત્ર વિચાર કરેજ બસ થશે. આવી રીતે વિચાર કરતાં હિંદુસ્તાન પર દેશીઓના હાથમાં જવાનું એક કારણ એવું દેખાય છે કે મુસલમાને એ ઈમ, સીરીઆ, ગ્રીસ તથા કન્ટેન્ટીને પલનાં રાજ્ય જીતી લઈ પશ્ચિમ તરફનાં યુરેપિઅ રાજ્યને ઘેરી લીધાં, અને તેઓને માટે પૂર્વમાંથી માલ લઈ જવાને એકપણ રસ્તે ખુલ્લે રાખે નહીં, એટલે અકળાઈ જઈ ગમે તે રસ્તે ઘેરામાંથી છટકી જવા એ રાજ્યએ મથન કર્યું. જે રાતા તથા કાળા સમુદ્ર ઉપરના વેપારના માગી તેમને માટે ખુલ્લા રહ્યા હતા તે કદાચિત પૂર્વની માફક વેપારને ક્રમ ચાલ્યા જ કર્યો હત. તેમ થતાં હજારે વર્ષ સુધી હિંદુસ્તાનને માલ દેશાવર જવાને લીધે આ દેશમાં કેટલી દેલત