________________ 188 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. એકંદર રીતે તેની શબ્દરચના ગુંચવણ ભરેલી હતી. બીજું કારણ એ હતું કે અંગ્રેજોને કોઈ પણ બાબતની પુરી માહિતી હતી નહીં. વલંદા લેકે દરેક બાબતમાં સંપૂર્ણ વાકેફગાર હતા. કોનો સ્વભાવ કે છે, કોને કેવી અડચણ છે, કે જવાબ આપવાથી અમુક બાબતમાંથી છટકી જવાશે, એ સઘળું તેઓ યથાસ્થિત સમજતા. વળી વલંદા લેકેની કંપની એજ વલંદા સરકાર અને વલંદા સરકાર એજ આખું રાષ્ટ્ર એવી માન્યતા વલંદાઓની હતી. એથી ઉલટું અંગ્રેજ કંપનીની સ્થિતિ વિચિત્ર હતી, અને ઇંગ્લંડમાં તેને માટે કેઈને પણ કાળજી નહતી. એમ્બેયનાને લગતી હકીકત ઉપરથી રાજકીય બાબતે તે સમયે કેવી રીતે ઉડાવવામાં આવતી એ સહજ જણાશે. યુરોપના કાયદા તથા તેની બજાવણીને આ બાબત સાથે છેડે સંબંધ નથી. લેકે ઉપર જુલમ ગુજરી તેઓ પાસેથી કબૂલાત લેવાનું ધોરણ આખા યુરોપમાં કાયદા અન્વય તે વેળા પ્રચલિત હતું. ઈગ્લેંડ કંઈ એ બાબતમાં અપવાદ રૂપે હતું નહીં. રાજા જેસે અનેક પ્રસંગે આ ધરણને ઉપયોગ કર્યો હતો. વળી તે વખતની વેપારી રીત પ્રમાણે એકજ માણસને વેપાર, લડાઈ ન્યાય વગેરે જાદા જુદાં કામ કરવા પડતાં હોવાથી એક કામમાં ઉપજેલો ગુસ્સો બીજા કામમાં તે બાજુએ મુકે એ સંભવિત નહોતું. ઉપર કહેલી હકીકત સિવાય અન્ય બાબતોમાં પણ ડચ કાયદાને પૂર્ણપણે ભંગ થયો હતો. સઘળા વલંદાઓ જાણતા હતા કે એયનાની ખટપટમાં અંગ્રેજો સંપૂર્ણ રીતે નિરપરાધી છે, તેમનાં દફતરોમાંથી પણ આ બાબત સિદ્ધ થાય છે. સઘળી હકીકતની તુલના કરતાં માલમ પડે છે કે આઈઝેક બુન નામના એમ્બેયનાના ડચ એકાઉન્ટન્ટ (હિસાબી અમલદાર)નું એ સઘળું કાળું કૃત્ય હતું. વેન યુસ્ટને શરૂઆતમાં જોકે અંગ્રેજો વિરૂદ્ધ સંશય પેદા થયો હોય તે પણ તપાસ પછી તે વિશે તેના મનમાં કંઈ વસવસો રહ્યો નહોતે. છતાં એક વખત ઉપાડેલું કામ અટકાવવાની તેનામાં હિમત નહતી. સઘળા અંગ્રેજોને બટેવિઆ રવાના કરવા, તથા પિતાની ખુશીથી એમ્બેયના છોડવા તેઓ તૈયાર છે એ બટેવિઆના પ્રેસિડન્ટને તેના ઉપર આવેલે પત્ર