________________ 67. હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ, [ભાગ 3 જે. 1773 માં પાર્લામેન્ટની બેઠક ફરીથી શરૂ થતાં મુખ્ય પ્રધાન જોર્ડ થે હિંદુસ્તાનના કારભારની તપાસ કરવા માટે બીજી બે કમિટીઓ નીમી. આ સઘળી તજસુસને પરિણામે વધારે ને વધારે ઘેટાળા બહાર આવ્યા. આખરે પાર્લામેન્ટ આગળ એવો ઠરાવ મુકાયો કે, બંગાળ પ્રાંતમાંથી કંપનીએ તથા તેના નેકરોએ પુષ્કળ દેલત સરકારી લશ્કરને ઉપયોગ કરી મેળવેલી હેવાથી તે સઘળી સરકારમાં જમે થવી જોઈએ. આ ઠરાવ કમિટીના અધ્યક્ષ કર્નલ બર્ગેઈને ( Col, Bargoyne) રજુ કર્યો, અને તેની પુષ્ટીમાં કરેલાં ભાષણમાં કલાઈવનાં દરેક કૃત્ય ઉપર વિવેચન કર્યું. કલાઈવે તેને ઘણો સખત જવાબ આપ્યો. છતાં તે ઠરાવ મંજુર થયો એ પછી બર્ગેઈને બીજે ઠરાવ રજુ કરી ક્લાઈવે જુદે જુદે વખતે મળી એકંદર વીસ લાખ રૂપિઆની લાંચ લઈ સરકાર વિરુદ્ધ ગુન્હો કર્યો છે એવું તેહમત તેના ઉપર મુકયું. એને પણ કલાઇવે ઘણી તિક્ષણ ભાષામાં જવાબ આપી પિતાના દુશ્મનની દાણદાણ કરી. પુષ્કળ વાદવિવાદ થયા બાદ બગેઈનને ઠરાવ રદ થયે, અને કલાઈવને હાથે ભૂલે થઈ હેય છતાં “રોબર્ટ ઑર્ડ લાઈવે આપણું દેશની ભારે અને સ્તુત્ય સેવા બજાવી છે” એ નવો ઠરાવ પાર્લામેન્ટ પસાર કર્યો. આ પ્રમાણે આ તિક્ષણ અને લાંબા કામ ચાલેલાં વાગ્યુદ્ધને અંત આવ્યો. પણ આ યુદ્ધમાં ક્લાઈવને પિતાને દેહ અર્પણ કરવો પડશે. તેની પ્રકૃતિ પહેલેથી જ બગડી હતી, તેમાં પાર્લામેન્ટમાં ચાલેલાં પ્રકરણે તેના મનના ઉદ્વેગમાં ઉમેરે કર્યો. અને તે નાસીપાસ તથા ઉદાસ થઈ ગયે. તબીએત અતિશય બગડતાં હવા ફેર માટે તે કાન્સ ગયો, પણ ત્યાં કંઈ ગુણ ને જણાવવાથી તે પાછો ફર્યો. જ્યાં ત્યાં તેની ફજેતી થયેલી હોવાથી તેને ઘણું દુઃખ ઉપર્યું, અને તેનું મન ક્ષણવાર પણ સ્વસ્થ રહ્યું નહીં. આવી સ્થિતિમાં તા. 22 નવેમ્બર,સને 1774 ને રોજે તેણે આત્મહત્યા કરી. કલાઈવનાં ચરિત્રની હમણા સુધી જે હકીકત આવી ગઈ છે તે ઉપરથી તેની એકંદર ગ્યતા વિશે જેને તેને પિતાનું અનુમાન બાંધવાનું અનુકૂળ પડશે. તેની યોગ્યતા માટે સામસામા અભિપ્રાયો ઉચ્ચારાયેલા