________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ.' 673 4. હિંદુસ્તાનના કારભારની તપાસ-ક્લાઈવે કરેલી ગોઠવણ મુજબ કંપનીના હાથમાં બંગાળાની હકુમત આવી. હવે નવાબના બે દીવાને સઘળું વસુલ કંપનીની તીજોરીમાં જમે કરવા લાગ્યા હતા, છતાં અંગ્રેજોએ કાચા કારભારમાં પડવું નહીં એવી તેમને ઈગ્લેંડથી સખત તાકીદ હતી. કલાઇવ પછી બંગાળાના ગવર્નર તરીકે આવેલા વર્લસ્ટે સને 1772 માં તે જગ્યા છોડવાથી કાર્ટર ગવર્નર થયે, તેની પછી બે વર્ષ રહી સને 1772 માં વન હેસ્ટીંગ્સ બંગાળાને કારભાર હાથમાં લીધે. એને ચાલુ વ્યવસ્થા પસંદ પડી નહીં. વસુલાત કંપનીને મળતું પણ મુલકને સઘળો કારભાર નવાબના તાબામાં રહેવાથી રૈયતની, પ્રદેશની તેમજ વેપારની અવદશા થઈ, મુલક વેરાન થયો, ખેતી નાશ પામી, અને વેપારને ભારે ધકે લાગે. દેશમાંથી સઘળે પૈસે બહાર જવાથી નાણું દ્રષ્ટિએ પડતું બંધ થયું; નવાબના અધિકારીઓને કોઈ પુછનાર ન હોવાથી તેની પ્રજા ઉપર જુલમ કરવા લાગ્યા, છતાં લેકેની ફરીઆદ ઉપર નવાબે લક્ષ આપ્યું નહીં. વર્લસ્ટે તપાસણી કામદાર નીમ્યા પણ તેને કંઈ ઉપગ થયે નહિં. આ સઘળી હકીકત પાર્લામેન્ટને કાને પહોંચી. આ અગાઉ હિંદુસ્તાનમાં શું ચાલે છે તે જોવાને પ્રસંગ તે સભાને મળે નહે. કંપનીએ દેશી રાજાઓની સત્તા બને તેટલી છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતા. પરંતુ તેનાં સઘળાં કામે માત્ર વેપાર માટે જ થાય છે અથવા થતાં હશે એવું ઇગ્લડ સરકાર સમજતી હેવાથી, તે પ્રમાણેના હુકમે તેના તરફથી આ દેશમાં આવતા. હિંદુસ્તાનની તે સમયની પરિસ્થિતિમાં એમ બનવું શક્ય ન હોવાનું કલાઈવ સરખા પુરૂષોએ અનેક વેળા ઈંગ્લંડની સરકારને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું; તે પણ હિંદુસ્તાનનું રાજ્ય પિતાના સ્વાધીનમાં લીધા સિવાય છૂટકે નથી, માત્ર વેપારને જેરે સઘળું કામ થવાનું નથી, એ બીના પાર્લામેન્ટનાં મન ઉપર ઠસાવતાં પાંચ સાત વર્ષ નીકળી ગયાં. એ દરમિયાન પાર્લામેન્ટ અનેક તપાસ કરી, તથા અહીંના કારભાર માટે પુષ્કળ ચર્ચા ચલાવી છેવટે સન 1773 માં હિંદુસ્તાનના વહિવટ માટે પહેલે કાયદો પસાર કર્યો. આ બાબતની સવિસ્તર હકીકત આપણે જોઈએ.