________________ 682 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. મત, છ હજારવાળાને ત્રણ મત અને દસ હજારવાળાને ચાર મત આપવાને અધિકાર મળે; ચારથી વધારે મત કેઈને આપવામાં આવ્યા નહતા. હિસાબી તથા રાજ્યકારભાર સંબંધી દરેક બાબતનો પત્રવ્યવહાર હિંદુસ્તાન માંથી ઈંગ્લડ આવી પહોંચ્યા પછી વૈદ દિવસની અંદર તે પ્રધાન મંડળ આગળ રજુ કરવાની ફરજ આ કાયદા અન્વયે ડાયરેકટરોને માથે નાખવામાં આવી હતી. કંપનીના તાબાની કલકત્તામાં એક મેયરની કોર્ટ હતી તેને બદલે ન્યાયની એક સુપ્રિમ કોર્ટ સ્થાપી તેમાંના એક મુખ્ય ન્યાયાધીશ તથા ત્રણ બીજા ન્યાયાધીશ ઈંગ્લડમાંથી નીમાયેલા હેવા જોઇએ એમ નકકી થયું. વળી એમ પણ કર્યું હતું કે તેમને અખત્યાર દિવાની, જદારી, વગેરે દરેક બાબતમાં ગવર્નર જનરલ તથા કાન્સિલના સભાસદ સિવાય બીજા સઘળા લેકે ઉપર ચાલે. કંપનીના રાજ્યમાં લશ્કરના તેમજ બીજી કોઈ પણ જાતના નેકરે આ દેશના વતનીઓ પાસેથી કંઈ પણ બક્ષિસ લેવી નહીં, કિંવા ખાનગી વેપાર કરવો નહીં એવો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. રેગ્યુલેટીંગ એકટની આ મુખ્ય કલમે હતી. એ કાયદાની રૂએ ગવર્નર જનરલને વાર્ષિક પગાર અઢી લાખ રૂપીઆ તથા પ્રત્યેક કોન્સિલરનો એંશી હજાર રૂપીઆ કર્યો હતો. બીજા કાયદા અન્વય પાર્લામેન્ટ કંપનીને ચૌદ લાખ પાંડ વ્યાજે આપવાનું તથા કરજ ફીટે ત્યાં સુધી કંપનીએ સેંકડે છ ટકાથી વધારે નફો નહીં લેવાનું ઠર્યું. આ કાયદાની રૂએ હિંદુસ્તાનમાંના કંપનીના રાજ્યકારભાર ઉપર પાર્લામેન્ટને અખત્યાર મળે, તોપણુ રાજ્યની માલકી કંપની પાસે જ રહી. હિંદુસ્તાનને કારભાર કન્સિલની બહુમતીથી ચલાવવાનો હતો, એટલે કોઈ પણ અગત્યને પ્રસંગે એકજ શખસની અવિભાજ્ય હકુમત બિનતકરારે ચાલે નહીં એવી ગોઠવણ રાખવામાં આવી હતી. પરંતુ એક માણસના હાથમાં એ સંપૂર્ણ અધિકાર આપ્યા સિવાય રાજ્ય ટકી શકવાનું નહતું. કાયદા ઘડવાના અધિકારની તથા હમેશને રાજ્યકારભાર ચલાવવાના અધિકારની વિભાગણી થઈ નહોતી. ગવર્નર જનરલે કરેલા