________________ પ્રકરણ 24 મું] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 183 કાયદા ન્યાયાધીશેએ પાળવા જ જોઈએ એવો ઠરાવ નહતો, તેમજ રાજ્યને માલીક કંપની કે રાજા એ સવાલનું નિરાકરણ થયું નહોતું. આથી આગળ જતાં અનેક ઘાંટાળા ઉત્પન્ન થયા, એટલે આ નવીન ન્યાયાધીશીથી લેકેને ફાયદે મળવાને બદલે તેમના ઉપર પુષ્કળ જુલમ વરસ્ય. એમ છતાં આ નવા કાયદાની રૂએ અંગ્રેજી રાજ્યના વ્યવસ્થિત કારભારની પહેલી શરૂઆત થઈ, પણ એ સિવાય બીજે કંઈ ફાયદો થયો નહીં. સને 1708 માં કંપનીની સનદની મુદત સને 1726 સુધી વધારી આપવામાં આવી હતી. એ પછી સને 1726 માં પહેલા જ્યોર્જ રાજાએ એ મુદ્દત વધારી, અને મદ્રાસ, મુંબઈ તથા કલકત્તામાં મ્યુનિસિપાલીટી સ્થાપન કરી તેને માટે કાયદા તથા નિયમ તૈયાર કરવાની પરવાનગી કંપનીને આપી. સને 1730 માં એ મુદત સને 1769 લગી ફરીથી વધારવામાં આવી. સને 1744 માં ઇંગ્લેડને ફ્રાન્સ સાથે લડાઈ શરૂ થઈ ત્યારે સરકારને નાણુની જરૂર હોવાથી કંપનીએ મેટી રકમ ધીરી પિતાની સનદની મુદત બીજાં ચૌદ વર્ષ એટલે સને 1769 થી સને 1783 સુધી વધરાવી લીધી. એ મુદ્દતને અંતે સને 1783 માં પાર્લામેન્ટ કંપનીની સનદમાં દસ વર્ષને ઉમેરે કોં; અને તે પછી એટલે સને 1793 માં દર વીસ વર્ષે કંપનીના વેપારની તપાસ પાર્લામેન્ટ કરવી એવું કર્યું. ત્યારથી સને 1793, 1817, 1837 તથા 1453 માં કંપનીના વેપારની તથા સનદની ' પાર્લામેન્ટમાં તપાસ થઈ હતી. સને 1858 માં કંપની બંધ પડી. ઇંગ્લંડમાં કંપની તથા સરકાર વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો રહે, અને કંપનીના કારભારમાં હાથ ઘાલવાને સરકારને ક્યાં સુધીને અધિકાર મળે, એ બે પ્રશ્નને ઘણે વખત લગી નિકાલ ન થયો હોવાથી પુષ્કળ ઘેટાળે ઉત્પન્ન થયા હતા. ઉપરના રેગ્યુલેટીંગ એકટથી એ સઘળાને સમૂળો નાશ થયો નહીં પણ તેથી ઉભય પક્ષનું સમાધાન થતાં ચાલુ કામ વ્યવસ્થિ તપણે કરવા માટે બન્નેને એક મત થયું હતું. આ ઘેટાળો ઘણો લાંબો કાળ ચાલ્યો હતે. એક પણ પ્રશ્ન ઉપસ્થિત થતાં અગાઉના સર્વ અધિકારીઓ તે પિતાના અંગ ઉપરથી ઉડાવી વખત કહાડતા. આ કાયદાથી તેમ થતું બંધ