________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 681 ઉપર પાર્લામેન્ટ જકાત માફ કરી હતી. મુખ્ય પ્રધાન હૈ નોર્થનું પાર્લામેન્ટમાં ભારે વજન હતું, પણ તે કંપનીને પ્રતિકૂળ હેવાથી તથા કમિટીને રીપોર્ટ તેની વિરૂદ્ધ આવ્યાથી પાર્લામેન્ટ એવો ઠરાવ કર્યો કે, કંપનીએ હિંદુસ્તાનમાં લશ્કરની મદદથી અગર પરદેશી રાજા સાથે તહ કરી જે કંઈ મેળવ્યું હોય તે ઉપર સંપૂર્ણ માલિકી અંગ્રેજ સરકારની છે. - 5 રેગ્યુલેટીંગ એકટ (સન 1773) –સને 1773 માં પાર્લામેન્ટ બે કાયદા ઘડ્યા, અને તેને રાજાની સંમતિ મળતાં પ્રસિદ્ધ કર્યા. એમને પહેલે કાયદે, જો નોર્થને રેગ્યુલેટીંગ એકટ એ નામે પ્રસિદ્ધ છે. એ કાયદે તા. 1 લી અકટોબર સને 1773 ને દીને ઇંગ્લંડમાં જાહેર થયો, અને હિંદુસ્તાનમાં તા. 1 લી ઓગસ્ટ સને 1774 ને દિવસે અમલમાં આવ્યા. અગાઉં કલકત્તામાં એક પ્રેસિડન્ટ તથા બાર સભાસદની એક કૅન્સિલ હતી, તેને બદલે આ કાયદાની રૂએ એક ગવર્નર તથા ચાર માણસોની એક મદદનીશ કન્સિલ નીમવામાં આવી. એ ચાર સભાસદો પાસે બીજું કંઈ કામ હોવું જોઈએ નહીં, અને તેમની નિમણુક પ્રથમ પાર્લામેન્ટ કરવી, અને તે પાંચ વર્ષ ચાલુ રહે એમ ઠર્યું. હવે પછી એ સભાસદોની નિમણુક ડાયરેક્ટરોએ પ્રધાન મંડળની મંજુરીથી કરવાની હતી. આ પાંચ જણાએ મળી બહુમતીથી બંગાળા ઈલાકાને દીવાની, મુલકી, લશ્કરી વગેરે સઘળો વહિવટ ચલાવવાને હતો. યુદ્ધ તથા તહ કરવાની બાબતમાં મદ્રાસ અને મુંબઈ ઉપર કલકત્તા કૌન્સિની હકુમત ચાલે એમ કરેલું હોવાથી કલકત્તાના ગવર્નરને ગવર્નર જનરલ'ની પદવી આપવામાં આવી હતી. કૌન્સિલમાં ગવર્નર જનરલને સ્વતંત્ર મત નહોતે, પણ કઈ બાબતમાં સમાન મત થતાં તેને વિશેષ મત આપવાનો અધિકાર હતું. આ સર્વ અમલદારોએ કેર્ટ ઑફ ડાયરેકટર્સના હુકમ પાળવાના હતા. ચોવીસ ડાયરેકટર દર સાલ નવા ચુંટી કહડાતા હતા, તે વ્યવસ્થા બદલી, એવું ઠરાવવામાં આવ્યું હતું કે દર વર્ષે છ છ ડાયરેકટરેની ચુંટણી થાય, અને તેઓ ચાર વર્ષ અધિકાર ભોગવે. અગાઉ કંપનીની સામાન્ય સભામાં 500 પાંડને ભેળ ધરાવનારને એક મત હતો. કોઈ પણ એકથી વધારે મત આપવાને અધિકાર નહોતે. એને બદલે હવે એક હજાર પાંડવાળાને એક મત, ત્રણ હજારવાળાને બે