________________ 680 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માંથી નિકાસ થઈ, અને ફક્ત 50 લાખની ચાંદી આયાત થવાથી એ પ્રાંતમાં નાણાને મેટો દુકાળ પડે. રૂપીઆની કિંમત વધી અગાઉ બે શીલીંગ હતી તે અઢી શીલીંગ ઉપર ગઈ. બંગાળ પ્રાંતમાંથી જે આવક થતી તે સઘળી પિતાનાં વહાણ ઉપર ભરી કંપની ચીન દેશમાં માલ ખરીદવા માટે રવાના કરતી તેથી પણ નાણુની તંગી વધી. અગાઉ કંપની માલ ખરીદવા માટે ઈંગ્લેડથી રેકડ નાણું આણતી પણ તેને બદલે હવે બંગાળાના રાજ્યમાંથી મળતી આવક તે પિતાના ભંડળ તરીકે વાપરવા લાગવાથી આ પરિણામ આવ્યું એમ સહજ જણાશે. બાદશાહને ખંડણી ભરવાને તેમજ નોકરોના પગાર આપવાને પણ પૈસા સિલકમાં રહેતા નહીં. આથી હિંદુસ્તાનની સંપત્તિને ઝરે કદી અટકનાર નથી એમ અંગ્રેજો સમજતા હતા તે સમજુત હવે નષ્ટ થઇ. નાણાની આ તાણને લીધે વોર્ન હેસ્ટીસના અમલમાં ઘણે ઘેટાળો થયો. આવી સ્થિતિમાં કંપનીએ પ્રધાન મંડળ પાસે નાણાની ઉઘરાણી કરવાથી સને 1772 ના જાનેવારીમાં એ બાબત પાર્લામેન્ટ રૂબરૂ આવી. તરતજ પાર્લામેન્ટે તપાસ ચલાવવા માટે બે કમિટી નીમી. આજ સુધી એ મંડળે એકાદ ઠરાવ પસાર કરવા સિવાય કંપનીના કારભારમાં વિશેષ દખલ કરી નહોતી. " કંપનીના કારભારમાં હાથ ઘાલવાને આપણને અધિકાર નથી' એમ પાર્લામેન્ટ પણ પહેલાં કહેતી હતી. સને ૧૭૬ર માં ફ્રેન્ચ સરકારે હિંદુસ્તાનમાંનાં પિતાનાં સંસ્થાને પાછી માગ્યાં ત્યારે પાર્લામેન્ટે તેને એજ જવાબ આપે હતે. બર્ક નામના નામાંકિત વિદ્વાન મુત્સદ્દીને પણ ઉપરના જેવો જ અભિપ્રાય હતો. પાર્લામેને આ વખતે જે તપાસ કરી તે કંઈ કાયદાએ તેના ઉપર નાખેલી જવાબદારી ઓળખીને અથવા હિંદુસ્તાનના લેકેની ફરીઆદ ઉપરથી કરી હતી એવું નહોતું. ગમે તેમ કરી કંપની ઉપર પિતાની સેહ બેસાડી પૈસા કહેડાવવા પુરતેજ તેને હેતું હતું, એમ બર્ક કહે છે. આ વાત ખરી જ હતી. કંપની તરફથી સરકારને જે પૈસા મળે તેના બદલામાં તેને કંઈ ફાયદે કરી આપવાના ઈરાદાથી તેને અમેરિકામાં વેચાવવાની ચાહ