________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 679 નાણું લેવાની ફરજ પડતે નહીં. અમેરિકન લેકેએ ચાહને બહિષ્કાર કરવાથી તે વેચાઈ નહીં, ત્યારે કંપનીએ અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં છુપી રીતે પિતાના એજંટ મોકલી ચાહ વેચવા માટે ભારે પ્રયત્ન કર્યો, કારણ કે ચાહ વેચાય તે ઇંગ્લંડમાંથી બહાર લઈ જતાં જે કર તેના ઉપર આપવો પડતે તે સરકારે કંપનીને માફ કર્યો હતો. આથી અગાઉના કરતાં ઘણેજ સસ્ત દરે ચાહ વેચવા કંપની તૈયાર થઈ બહિષ્કારની બાબતમાં કેટલાક ઘણું નિગ્રહી હતા, પણ જે ડાકનું વર્તન અનિશ્ચિત હતું. તેમને પોતાના તરફ વાળી લઈ તેમની મારફતે કંપનીએ ચોરી છુપીથી ચાહ વેચવાનો આરંભ કર્યો. આ કામમાં પડેલા અનિશ્ચિત લોકોને ભારે કમાઈ થવા લાગી. થોડા વખત બાદ કંપની ખુલ્લી રીતે ચાહવેચવા લાગી ત્યારે હાથ આવેલી કમાઈ એકદમ જતી રહેવાની છુપી રીતે ચાહ વેચનારાને ધાસ્તી ઉપજવાથી તેઓ પણ પહેલાના બહિષ્કારવાદીઓ સાથે મળી ગયા. આવા વિચારનાં સુમારે 50 માણસોએ સન 1773 ના ડીસે મ્બર મહિનામાં બેસ્ટનનાં બંદરમાં પડેલાં ચાહનાં ભરેલાં કંપનીનાં ત્રણ વહાણે ઉપર ચડી તે ઉપરની 342 પેટીઓ સમુદ્રમાં નાખી દીધી. આ બનાવ બીજાં બે ત્રણ બંદરોમાં પણ બનવાથી ઈંગ્લડ અને તેનાં અમેરિકન વસાહત વચ્ચે યુદ્ધ શરું થયું અને તેની અંતે અમેરિકાનાં સંસ્થાન ઈંગ્લેંડથી સ્વતંત્ર થયાં. ટુંકાણમાં, અમેરિકાને સ્વતંત્રતા મેળવી આપવામાં આપણું હિંદુસ્તાનને વેપાર એક રીતે કારણભૂત થયો એમ કહેવામાં હરકત નથી. ઉપર કહ્યા પ્રમાણે ચાહ ન વેચવાથી કંપનીને ભારે ખોટ આવી. હિંદુસ્તાનને સઘળો વેપાર બેઠે હતે, લાંચખાઉ અમલદારોને લીધે વસુલાત ઓછું થયું હતું અને તેમાં દુષ્કાળ ઉમેરો કર્યો હતો. સને 1771 માં પડેલા ભયંકર દુકાળમાં લાખો માણસોને નાશ થયો અને રાજ્યની આવક કંઈ પણ થઈ નહીં, ત્યારે કંપનીની અવસ્થા ઘણુજ માઠી થઈ. વળી દરસાલ અનેક ગ્રહસ્થને લક્ષાધીશ થઈ હિંદુસ્તાનથી ઈગ્લેંડ આવતા જોઈ ત્યાંના લોકોને કંપનીના વહિવટ માટે અતિશય ગુસ્સે ઉપજ્યા. ધાન્યના દુકાળથી પડેલા સંકટમાં નાણુના દુકાળે ઉમેરે કર્યો. સને 1767 થી 1770 સુધીનાં ત્રણ વર્ષમાં 5 કરોડ રૂપીઆની ચાંદી બંગાળા