________________ 684 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પડયું અને કંપનીના વહિવટને ન માર્ગ મળે. આ ગોઠવણ સામે કંપ નીનાં માણસોએ ગમે તેટલે બુમાટે ક્ય, પણ રાજા તથા પ્રધાને પિતાને હક સ્થાપન કરવામાં પાછા હઠક્યા નહીં. હવે પછી કંપનીના કારભારની મરજી માફક વ્યવસ્થા કરવાની પાર્લામેન્ટને સત્તા છે એમ સિદ્ધ થયું. કંપનીની સ્થાપના વેપાર માટે થઈ હતી, જ્યારે વેપાર કરતાં તેને રાજ્ય પ્રાપ્ત થયું ત્યારે પિતાના અધિકારની હદ તે કુદાવી ગઈ. આથી કંપનીએ મેળવેલું રાજ્ય ઇંગ્લંડ સરકારનું છે, અને તે બરાબર ચાલે છે કે નહીં તે જોવાનું કામ તેનું છે, એમ આ કાયદાથી સાબીત થયું. આ સિવાય ઉક્ત કાયદાની પ્રત્યક્ષ કલમે ઘણી ઉપયોગી થઈ નહીં. અનુભવ ઉપરથી તે ઘણીખરી બદલવી પડી હતી. એમ છતાં હિંદુસ્તાનના રાજ્ય સંબંધમાં ઈગ્લડ સરકારે કરેલા આ પહેલા કાયદાની લેગ્યતા ઉપર કહેલાં કારણોને લીધે પુરવાર થાય છે. એડમંડ બર્ક આ કાયદાની વિરૂદ્ધ હતે. હિંદુસ્તાનનું રાજ્ય હાથમાં આવતાં ઇંગ્લંડના રાજાની સત્તા અતિશય વધશે, તેને પૈસાની પ્રાપ્તિ થતાં તે પાર્લામેન્ટને ગણકારશે નહીં, પૈસાના જોર ઉપર તથા નિમણુંક કરવાની સત્તા હાથમાં આવતાં, રાજા તથા પ્રધાનમંડળ લેકે ઉપર જુલમ કરી પિતાની સત્તા કાયમ રાખી શકશે, અને તેમ થતાં પાર્લામેન્ટની સ્વતંત્રતાને ધકે લાગશે એવું તે મહાન નરનું કહેવું હતું. - નવા કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર વૈર્ન હેસ્ટીંગ્સની ગવર્નર જનરલની જગ્યાએ નિમણુક થઈ જનરલ કલેવરીંગ (Clavering), મૅન્સન ( Monson) તથા ફિલિપ ફેન્સિસ ( Philip Francis ) એ ત્રણ હિંદુસ્તાનમાંજ હતે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સર ઇલીજા ઈમ્પી ( Sir Elijah Impey ) al, 1411 Hz (Le Maistre ), હાઈડ ( Hyde), તથા ચેમ્બર્સ (Chambers)ની બીજા ન્યાયાધીશ તરીકે, નિમણુક થઈ હતી. 6 વસુલાતના તથા વેપારના કેટલાક આકડા– 1. સને 1766 થી 1773 સુધીનાં આઠ વર્ષમાં કંપનીએ ઈંગ્લંડની બહાર માલ મોકલ્યા તેની