________________ પ્રકરણ 24 મું] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ ક૭૧ છે. હિંદુસ્તાનમાં તેણે અંગ્રેજોનું રાજ્ય સ્થાપન કરેલું હોવાથી અંગ્રેજો તેને પુષ્કળ માન આપે તેમાં નવાઈ નથી; આ દેશના લેકેનાં રાજ્ય તેણે લઈ લીધાં તેથી અહીંના લેકે તેને તુચ્છકારી કહાડે તેમાં પણ કંઈ વિશેષ નથી. એક પક્ષ તેનાં ભારે વખાણ કરે અને વિરૂદ્ધ પક્ષ તેને દોષ દે, એ બને વિચારો સ્વાભાવિક હોવા ઉપરાંત તેમાં કંઈક વિલક્ષણ વિકાર ભેળા હોય એમ દ્રષ્ટિગોચર થાય છે. આવા અને વિકાર દૂર રાખી ઐતિહાસિક સત્ય શોધી કહાડવું જરૂરનું છે. એક જણે બીજાનું રાજ્ય લીધું તેમાં ખરું જોતાં કેઇની પ્રશંસા કરવા કે દોષ દેવા જેવું કંઈ નથી. જેને પિતાનું રાજ્ય રાખતાં આવડતું નથી તેની પાસેથી લેવાનું જેનામાં સામર્થ્ય હોય તે તે લેશે, એ એક પ્રકારને જગતને વ્યવહાર છે; જ્યાં સુધી તે સરળ માર્ગે ચાલ્યા કરે છે ત્યાં સુધી તેમાં આશ્ચર્ય થવાનું કારણ નથી. અંગ્રેજોએ જ હિંદુસ્તાનનું રાજ્ય લીધું એવું નથી. તેમની અગાડી અનેક પ્રજાએ એ રાજ્ય જીતી લીધું છે. યુરોપમાં એક પ્રજાએ બીજી પ્રજાનું રાજ્ય લેવાના અનેક બનાવો બન્યા છે. પરંતુ જેવી રીતે યુદ્ધના કેટલાક નિયમો નીતિશાસ્ત્રને અનુસરી ઘડવામાં આવ્યા છે તેવા કંઈક નિયમો એક બીજાનું રાજ્ય લેવા માટે કર્યા છે. એ નિયમો પાળી જે કઈ પિતાનું કામ પાર ઉતારે છે તેના લોકો વખાણ કરે છે; જેઓ તેને બાજુએ મુકી વર્તે છે તેઓને દેશ કહાડવામાં આવે છે. ખોટું બોલવું, ખોટા દસ્તાવેજ કરવા, વિશ્વાસઘાત કરી બીજાઓને ફસાવવા એ ઉપરના નિયમની વિરૂદ્ધ છે. આ ગેરરીતીને કલાઈવે પ્રસંગોપાત ડે ઘણે ઉપયોગ કરવાથી એ લકે તેને દેષ દે છે; તેના જાતભાઈઓએજ તેને ઠપકે આપે છે. એના વખતમાં ડુપ્લે હિંદુસ્તાનમાં ફ્રેન્ચ રાજ્ય સ્થાપન કરતા હતા, પરંતુ તેને વિષે અહીંના લોકોના મનમાં જે પૂજ્યભાવ હતો તે કલાઈવને માટે નહોતે. ડુપ્લેન શબ્દ ઉપર લેકને ઘણે ભરોસે હો તે કલા ઈવના બેલવા ઉપર નહે, અને એ કારણથી જ કલાઇવને દોષ કહાડવામાં આવે છે. કલાઇવ અલૌકિક બુદ્ધિવાળે પુરૂષ હતો એમાં સંશય નહીં. આ બુદ્ધિના જેર ઉપર તેણે અનેક મહાન કૃત્યે સહજમાં પાર ઉતાર્યા. પણ એમાં પટનું