________________ 674 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સામાન્ય રીતે ઈગ્લેંડમાં સરકારનું વલણ એવું હોય છે, કે એ પિતાને વ્યવહાર મરજી પ્રમાણે ચલાવે, અને ગમે તે થાય તે પણ પોતે તેમાં દખલ કરવી નહીં. આ વખતે રાજ્યકારભારમાં તેમજ ધર્મ સંબંધી બાબતમાં ઇંગ્લંડની પ્રજાની સ્વતંત્રતાની હદ વ્યવસ્થિતપણે નિર્માણ થઈ હતી. એવી સ્થિતિમાં લેકેને પાંચ હજાર માઈલને અંતરે પડેલા તથા હરેક રીતે અત્યંત ભિન્ન પ્રકારના દેશના કારભારની વ્યવસ્થા કરવાની હતી. આથી આરંભમાં તેમના તરફથી ઘણી ચુકે કરવામાં આવી એમાં નવાઈ નહતી. કાન્સ જેટલા વિસ્તિર્ણ અને સધન બંગાળા પ્રાંત કંપનીના તાબામાં આવ્યા હતું, ત્યાંની દોલત મરજી માફક ઉડાવવાનું કામ મુઠીભર વેપારીઓના હાથમાં હતું, એ વાત પાર્લામેન્ટમાં માન્ય થઈ નહીં. કારભાર નિયમિત ચાલે તે લાઈવના અડસટ્ટા પ્રમાણે સઘળો ખર્ચ બાદ જતાં કંપનીને દેઢથી પણ બે કરોડ રૂપીઆ સુધી વાર્ષિક ન થાય. આથી કંપનીના હેમાં પાણી છૂટયું, અને તેના શેરને ભાવ 262 થયો. કંપની પિતાના ભાગીદારોને અગાઉ દરસાલ સંકડે છ ટકા લગી નકે આપતી તે હવે પંદર ટકા જેટલું વધારવાને ડાયરેકટરોએ ઠરાવ કર્યો, અને સને 16 67 માં તેણે સેંકડે 12aa. ટકાની વહેંચણી જાહેર કરી. હિંદમાંથી અપરંપાર સંપત્તિ મેળવી ઈગ્લેંડ પાછા ફરેલા લેકે પૈસાને જેરે પાર્લામેન્ટમાં દાખલ થવા લાગ્યા. ને દેશના લેકે દેવામાં ગરકાવ થઈ ગયેલા છે તે બંગાળાની અઢળક દેવતમાંથી એ કરજ ફીટાડવા, તથા પ્રજાની સાંપત્તિક સ્થિતિ સુધારવા બાબતની સૂચના પાલન મેન્ટમાંના તેમજ તેની બહારના મેટા સંભાવિત ગૃહસ્થા તરફથી થવા લાગી. એ વાત સરકારને અનુકૂળ લાગી. તેનું કરજ પુષ્કળ વધી ગયું હતું, કંપનીની સનદની મુદત વધારી આપતી વેળા તેની પાસેથી વ્યાજે રકમ લેવાને તેને ક્રમ પૂર્વની માફક ચાલુ હતું. સને 1698 માં આઠ ટકાને વ્યાજે વીસ લાખ પાંડ તેણે કંપની પાસેથી લીધા હતા; ફરીથી સને 1702 માં બીજા દસ લાખ વ્યાજે લીધા હતા. સને 1730 માં ચાર લાખ, તથા સને 1744 માં કંપનીની સનદ વધારી આપતી વેળા બીજા દસ લાખ પાંડ સેંકડે ત્રણ ટકાને વ્યાજે લેવામાં આવ્યા હતા. આ