________________ ૬૭ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. તત્વ તેણે ઉમેર્યું ન હતું તે તેની ગણના મહાન પુરૂષોની પંક્તીમાં અવશ્ય થતું. વિદ્યાનો સંસ્કાર તેને થયેલ ન હોવાથી તેને અશિક્ષિત અને જંગલી ગણી તેની હૈયાતીમાંજ તેની જાતના લેકે સુદ્ધાં ઘણું માન આપતા નહીં. જાતિ બાંધ તેને ભારે તિરસ્કાર કેમ કરે છે, અને કાન્સ દેશ જેટલા વિસ્તીર્ણ પ્રદેશનું રાજ્ય સ્વદેશને મેળવી આપ્યું છતાં તેની કિમત અંકાતી નથી એ માટે પાર્લામેન્ટમાં તેમજ અન્ય ઠેકાણે ભાષણ કરતી વેળા કલાઈવે પિતાનું આશ્ચર્ય પ્રગટ કર્યું છે, પણ પિતાની ઉલટી બાજુ તેનાથી દેખાઈજ નહોતી. નીતિતત્વસંબંધી તે અત્યંત બેફીકર હોવાથી તેની નજર માત્ર પરિણામ ઉપરજ હતી. રાજ્ય મળ્યું, પછી તે કેવી રીતે મળ્યું એ વિચારવાનું શું પ્રયોજન, એમ તેને લાગતું. વાસ્તવિક રીતે હિંદુસ્તાનનું રાજ્ય અંગ્રેજોના હાથમાં જશે એ વાત ઠરી ચુક્યા જેવી હતી. ફરક માત્ર પાંચ દસ વર્ષને હતે. કલાઈવે નીતિતત્વ બાજુએ મુકી ઉતાવળ ન કરી હતી તે પણ સરળ ઉપાયથી હિંદુસ્તાનનું રાજ્ય આખરે અંગ્રેજોના કબજામાં જાતે, અને ક્લાઈવની વિલક્ષણ વ્યવસ્થાથી પાછળથી જે ઘેટાળે ઉત્પન્ન થયા તે કદાચિત થાત નહીં. લાઈવને હમેશાં મોટા ફેરફારો કરવાની ભારે હોંસ હતી. સ્વસ્થ બેસી રહેવાથી તેને ચેન પડતું નહીં. તેની કંઈ પણ ગડબડાટ હર નિશ ચાલુ રહેતી. અડચણ અગર સંકટ આવતાં તે મેટી યુક્તિથી તેમાંથી તે છટકી જ. પિતે કરે તે જ ખરું, પિતાના વિચાર મુજબ સઘળાએ ચાલવું, એવી તેની આકાંક્ષા હેવાથી, એ આકાંક્ષાના જોર ઉપર મુશ્કેલ પ્રસંગે તેણે જય મેળવ્યો હતો. હિંદુસ્તાનને કારભાર આટોપી ઇંગ્લંડ પાછા ગયા બાદ લે કે તેને દોષ દેવા લાગ્યા ત્યારે તેને જીંદગી દુસહ થઈ પડી. પાર્લામેન્ટના ન્યાયાસન આગળ તેણે પિતાની કીર્તિ જાળવવા કરેલા પ્રયત્ન નિષ્ફળ જવાથી, અને આત્મ હત્યા કરી પિતાના દુઃખને અંત આણ પ. મેલીસને જણાવે છે કે “મહાન વિજયી થવાની તેનામાં ગ્યતા હતી, પણ તેની અનીતિભરેલી વર્તણુકને લીધે તે સઘળી ફગટ ગઈ.' એ સઘળું છતાં હિંદુસ્તાનમાં અંગ્રેજોનું રાજ્ય સ્થાપન કરનારે પહેલ પુરૂષ કલાઈવ હતે.