________________ 176 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કડક રહ્યા. પરંતુ હિંદુસ્તાન તરફ તેની પીઠ ફરતાં અંધાધુંધી પુન: ચાલુ થઈ સરકારી પૈસા ઉડવા લાગ્યા; પનીના કરોને ખાનગી વેપાર ચાલુ રહ્યા. વિશેષમાં કર્નાટકમાં હૈદરઅલ્લી સાથેના યુદ્ધમાં પુષ્કળ નાણું ખરચાયું. સને 1770 માં બંગાળામાં ભયંકર દુષ્કાળ પડવાથી મુલક વેરાન થયો, અને તેમાં એકંદર લોક સંખ્યામાંથી સેંકડે પાંત્રીસ અને ખેડુત વર્ગમાંથી સંકડે પચાસ ટકા જેટલા લેકે મરણ આધીન થયા. ઇંગ્લંડમાં કંપનીના ડાયરેકટરે દર સાલ બદલાતા હોવાથી પક્ષપાત તથા મહેમાંહેના અણબનાવે ઉગ્રરૂપ લીધું. આ સઘળું છતાં પાર્લામેન્ટનું લક્ષ આ સ્થિતિ તરફ દોરાયું નહીં. પાછળથી કંપનીએ જણાવ્યું કે દરસાલ નફાના 40 લાખ રૂપીઆ સરકારને ભરવાની શક્તિ તેનામાં નહેવાથી સરકારે તેને કેટલુંક નાણું ધીરવું જોઈએ. અર્થત કંપની પાસે નાણું મેળવવાનું બાજુએ રહ્યું, અને ઉલટું કંપનીને પાર્લામેન્ટ પાસે પૈસા માગવાની જરૂર પડી. આમ થતાં પાર્લામેન્ટની તથા પ્રધાન મંડળની નજર ખુલી. કંપનીએ દેવાળું કહાડેલું જોઈ તેમને અચંબો લાગ્યો, અને એકદમ કંઈ રામબાણ ઉપાય કર્યા સિવાય છુટકો નથી એવી તેમની ખાતરી થઈ. આ વખતે ઈંગ્લડ સરકારની સ્થિતિ ઘણી કઢંગી થઈ હતી. છેલ્લાં યુદ્ધને અંતે પુષ્કળ નો પ્રદેશ તેમના તાબામાં આવ્યું હતું, પણ તેની વ્યવસ્થા કેવી રીતે ચલાવવી તે વિશે કંઈપણું ઠરાવ થયેનહે. પરદેશી લેકે પિતાના તાબા હેઠળ આવ્યા તેની જવાબદારી સમજવાનું ઈગ્લંડને હજી શીખવાનું હતું. આટલે લાંબે અંતરે ભિન્ન જાતિ તથા ધર્મના લેકે ઉપર રાજ્ય ચલાવવાના દાખલા ઈતિહાસમાંથી મળી શકે એમ નહોતું. સને 1763 પછી આ પ્રશ્ન તરફ ઇંગ્લડ સરકારનું લક્ષ ગયું; અને નાના સરખા વેપારી મંડળના હાથમાં રાજ્ય સુત્ર રહેવા દેવા યોગ્ય નથી એવી તેની ધીમે ધીમે ખાતરી થઈ. દરેક દિશામાંથી બુમાટે થતાં પાર્લામેન્ટને કંપનીની ભાંજગડમાં પડવું પડયું. કંપની જાતે પૈસા સંબંધી મુશ્કેલીમાં સપડાયેલી હોવાથી,” “અમારી વ્યવસ્થામાં શું કામ હાથ ઘાલે છે” એવું કહેવાની તેનામાં હિંમત રહી નહતી. અમે દિલ્હીને બાદશાહને જવાબદાર છીએ, તેને અમે જવાબ આપશું,