________________ 668 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. આવ્યો હતો કે હિંદુસ્તાનથી મળેલી ખબર ઉપરથી કંપનીના કારભારમાં ભારે અવ્યવસ્થા થવાનું કારણ તે પિતજ હતું, અને એ બાબતમાં તેને શો જવાબ હતું તે તાબડતોબ લખી મોકલવા તેને જણાવવામાં આવ્યું હતું. આધાર તથા પુરાવાના સઘળા કાગળ એ પત્ર સાથે આવેલા હોવાથી કેવા પ્રકારનું વાદળ તેના માથા ઉપર ભમતું હતું તેની તેને સહજ કલ્પના આવી. કલાઈ એક ટુંકા પણ સખત જવાબ મોકલ્ય, અને તેમાં ખાસ મુદ્દો એ ઉભો કર્યો કે “મારાં અપકૃત્ય બહાર આવતાં સાડાચાર વર્ષ કેમ લાગ્યાં ?" તા. 22 મી જાનેવારી 1772 ને દીને પાર્લામેન્ટની બેઠક શરૂ થઈ તે વેળા રાજાના ભાષણમાં હિંદુસ્તાનના કારભાર માટે નવો કાયદો ઘડવાને ઉલ્લેખ હતે. કલાઈવને લાગ્યું કે હવે તેના કહેવા પ્રમાણે સઘળું કામ થશે. તેને શત્રુ સંલિવાન ડાયરેકટરની સભાને ઉપાધ્યક્ષ હોવા ઉપરાંત પાર્લામેન્ટને સભાસદ હતું. એણે તા. 30 મી માર્ચ આ દેશના રાજ્ય કારભાર સંબંધી કાયદાનો મુસદ્દો રજુ કર્યો. તેમાં દાખલ કરેલા સુધારા ઘણું ઉપયોગી હતા, અને કેટલાક કલાઈવેજ સૂચવેલા હતા. પરંતુ સંલિવાને તે વેળા કરેલા ભાષણમાં તેની પ્રસંશારૂપે કંઈ કહેવામાં આવ્યું નહીં પણ ઉલટું તેની નિંદાથી જ તે ભરવામાં આવ્યું હતું. કરેને શિક્ષા કરવાનો અધિકાર ડાયરેકટરને ન હોવાને લીધે જ આવી અવ્યવસ્થા થાય છે, એવો સલિવાનના ભાષણનો મુખ્ય આશય હતે. કલાઈવે તેને જવાબ વાળી પિતાનાં સઘળાં કૃત્યનું એવું ઉત્તમ સમર્થન કર્યું કે સઘળા સભાસદેનાં મન ઉપર તેને માટે અતિ ઉત્તમ છાપ પડી. એટલું કરીને જે તે સ્વસ્થ બેઠે હતા તે તેનું કામ સરતે પ્રત્યક્ષ યુદ્ધમાં તે ગમે તે કુશળ હોય તે પણ વાગ્યુદ્ધના દાવપેચમાં તે પ્રવીણ ન હોવાથી શત્રુ સામા પિતાને વિજય કે વગાડવાની આ યોગ્ય તક આવી છે એમ સમજી, તેણે બીજું ભાષણ કરી કેર્ટ ઑફ ડાયરેકટર્સના એકંદર કારભારના વાવટા ઉડાવ્યા, અને ગુસ્સાને આવેશમાં પ્રતિપાદન કર્યું, કે આવી બીનઅનુભવી કંપનીના અને હિંદુસ્તાન વિષે તદ્દન અજ્ઞાન વેપારીઓના હાથમાં જ્યાં સુધી આ વ્યવસ્થા છે, ત્યાં સુધી હિંદુસ્તાનને વહિવટ કદી સુધરવાને નથી. એ ભાષણમાં તેણે