________________ 666 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ન કરી શકવાથી, કોઈ પણ વખતે નફે 10 ટકાથી વધુ નહીં આપવાનું, અને હિંદુસ્તાનમાં રાજ્ય પ્રાપ્ત કરવા માટે દરસાલ 50 લાખ રૂપીઆ સરકારમાં ભરવાનું કંપની પાસે નક્કી કરાવ્યું. આ ગોઠવણથી કંપનીના ભાગીદારે નારાજ થયા, અને તેમાં કલાઈવના શત્રુઓએ તેલ રેડયું. હિંદુસ્તાનમાં રહી ધનાઢ્ય થયેલા પણ કલાઈવે નેકરીમાંથી બરતરફ કરેલા, પુષ્કળ પુરૂએ ઈગ્લેંડ જઈ કંપનીના શેર વેચાતા લઈ તેની વિરૂદ્ધ ઘણું મત મેળવ્યા. તા. 14 મી જુલાઈ સને 1767 ને દીને કલાઈવ ઈંગ્લડ પહોંચ્યો. શરૂઆતમાં તેને સારો સત્કાર થયો, રાજારાણીએ સન્માનથી તેની મુલાકાત સ્વીકારી, કેર્ટ ઓફ ડાયરેકટરોએ ખાસ સભા ભરી તેને અભિનંદન આપ્યું, અને પાયટર્સની સામાન્ય સભાએ તેની જાગીર અગાઉ ઠરેલી મુદત કરતાં બીજા દસ વર્ષ વધારે તેની પાસે રહે એવી મતલબને સર્વાનુમતે ઠરાવ કર્યો. આ જાગીરની વાત આગળ આણી, પાંચ કરોડ ઉત્પનનું નવું રાજ્ય તેણે મેળવ્યું હતું તેને ઉલ્લેખ સભામાં કોઈએ નહીં કરવાથી લાઈવના મગરૂર સ્વભાવને ભારે ખટકે લાગ્યો. પિતે કરેલાં મહાન પરાક્રમની યોગ્યતા વિરૂદ્ધ પક્ષ ન સમજી શકવાથી આ પ્રમાણે તેણે કર્યું હશે એમ તેને લાગ્યું. છતાં ખટપટ નહીં કરતાં તે સ્વસ્થ બેઠે હેત તે તેને માટે સારું હતું, પણ તેમ બેસવાથી તેને ચેન પડવાનું નહતું. ધીમે ધીમે લેકેને તેના દેષ દેખાવા લાગ્યા. ખુદ તેનું કામ ન હોય છતાં બીજાઓએ કરેલાં દુષ્ક લોકે તેને માથે ઢળવા લાગ્યા. મેકોલેના જણાવ્યા મુજબ, “કલાઈવ સર્વ દુર્ગુણનું કેવળ પુતળું હોય એમ લેકે સમજવા લાગ્યા. એ સંતાનને પ્રત્યક્ષ અવતાર હોય એવા ઉગારો અનેક પુરૂષને મોડેથી નીકળેલા અમે સાંભળ્યા છે. જોન્સન લાઈવને માટે એવી જ ભાષા વાપરે છે. સરે પરગણુમાં લાઈવે બાંધેલા મકાનની ભીંત ઘણી જ જાડી હેવાથી ત્યાંના ખેડુતે સુદ્ધાં એમ કહેતા કે કઈ ભૂત આવી પિતાને અચાનક ઉંચકી જાય એ વ્હીકે તેણે ભૂતને અંદર આવતું અટકાવવા માટે દીવાલ જાડી રાખી છે'.