________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 245 એક સરખી પ્રાર્થના કરી ફત્તેહ માટે અડગ પ્રયત્ન કર્યો. મહિના સુધી ચાલેલી ઝપાઝપીમાં પોર્ટુગીઝ કાફલાને પુષ્કળ નુકસાન લાગવાથી તેને નાસી જવા જરૂર પડી, અને અંગ્રેજોની નિઃસંશય ફત્તેહ થયેલી જોઈ સુરતના મોગલ સુબેદારે ડાઉન્ટનને માન અકરામથી નવાઝેશ કર્યો. આ પછી ફાઉન્ટન બૅન્ટમ જવા ઉપડે, પણ ત્યાં કંઈ પણ કરી શકે તે પહેલાં તેનું મરણ નીપજયું. ઉક્ત લડાઈથી મલબાર કિનારા ઉપરની યુરોપિયન પ્રજામાં અંગ્રેજોએ સરસાઈ મેળવી. આ પછી બે વર્ષે સને 1616 માં કૅપ્ટન કીલિંગે કૅલિકટ જઈ ઝામરીન સાથે તહ કરી. સને 1622 માં અંગ્રેજોએ પોર્ટુગીઝ લેકને ઈરાની અખાતમાં ઓમેઝન મે બેટ કબજે કરવાથી તે દિશામાંથી પણ તેમને પગ નીકળી ગયો. પશ્ચિમ કિનારા ઉપરનું અંગ્રેજોનું ઉપરીપણું પિાર્ટુગીઝેએ સને 1642 માં થોડું ઘણું કબૂલ કર્યું, પણ 1654 માં ક્રોમવેલ તથા પિર્ટુગલના રાજા ચોથા જૈન વચ્ચે થયેલા કેલકરારથી તે પૂર્ણપણે સ્થાપિત થયું. સુરત આગળ સને 1612 માં કેપ્ટન બેસ્ટે મેળવેલી ફત્તેહથી ઈગ્લંડમાંના કંપનીના વ્યવસ્થાપકોને ઘણી ધીરજ આવી, અને એકદમ ૪ર લાખ રૂપીઆ એકઠા કરી સને 1613 થી 1623 સુધીમાં ચાર સફરે હિંદુસ્તાન તરફ રવાના કરી. દરસાલ સુમારે સાત વહાણે ઈંગ્લેંડથી ઉપયો, અને એ સફરનો સરાસરી ન 87 ટકા જેટલે થયે. પોર્ટુગીઝ અને વલંદાઓને ત્રાસ અંગ્રેજોને ખમવો પડે ન હેત તે એથી પણ વધુ લાભ થત. એક વેળા 90,000 રૂપીઆના માલની કિમત ઈગ્લેંડમાં આઠ લાખ ઉપજી હતી. આ પ્રમાણે પહેલે સામાજીક ભંડોળ ચાર વર્ષની મુદત માટે હતું. એ પછી ઉભા કરેલા બીજા ભંડળમાં એકદમ 1,62,00,400 રૂપીઆ રાજ્યના સઘળા મોટા મોટા 964 ગૃહસ્થ તરફથી ભરવામાં આવ્યા હતા. આ સમયથી ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના વેપારમાં એકંદર અંગ્રેજ રાષ્ટ સામેલ થયું એમ કહેવામાં કંઈ અડચણ નથી. સને 1621 માં કંપની તરફથી પાર્લામેન્ટ હજુર રજુ થયેલા તેના વીસ વર્ષના કામકાજના હેવાલમાં નીચે પ્રમાણે હકીકત આપવામાં આવી હતી -