________________ પ્રકરણ 24 મું. ] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 653 બેસુમાર વો, કે પિતાને માલ ખાનગી રીતે વેચવા માટે વણકરોને, અથવા તેમને મદદ કરવા માટે દલાલને કંપનીનાં માણસે બેડી ઠેકી તુરંગમાં નાખતા અને હાથ મુચરકા લખાવી લેતા. તેઓ દંડ ભરવાને અશક્ત હોય તે તેમને સઘળે માલ આ વેપારીઓ જપ્ત કરતા. રેશમના તાર કહાડનારા હલકી વર્ણના લેકે ઉપર પણ એજ જુલમ થતા. આ તાર તેઓ અંગુઠાવડે કહાડતા હોવાથી, શિક્ષા તરીકે કંપની તરફથી તેમના અંગુઠા કાપી નાંખવામાં આવતાં. તેઓ હંમેશ માટે પિતાને ધંધે. ચલાવવામાં નિરૂપયોગી થતા. સને 1765 માં કલાઈવની નવી વ્યવસ્થા અમલમાં આવી ત્યારે આ અન્યાય હદપાર વધ્યો. મીઠું, તંબાકુ, અને સોપારીને ખાસ ઈજારો ઠરાવી દેશમાં ઉત્પન્ન થતો સઘળો માલ કંપનીએ ખરીદી લઈ મરછમાં આવે તે દરે વેચવાની ક્લાઈવે કરેલી ગોઠવણ બાબત ઉપર વિવેચન કર્યું છે. આથી એક તરફ સરકારની આવક જતી રહી, અને લોકોના નિર્વાહની ચીજો મોંઘી થતાં તે મેળવવા તેમને ભારે કિમત આપવી પડી. મીઠાના કરને લીધે જે હેરાનગતી ખમવી પડી છે તે આપણ સર્વને માહિત છે. રૂના વેપારની પણ એવી જ કંઈક અવદશા થઈ. બંગાળામાંનો ઠેકઠેકાણાનો સઘળે વેપાર, તેમજ હિંદુસ્થાનના અને એશિયા ખંડના બીજા ભાગના કિનારા ઉપરને સધળે વેપાર અંગ્રેજોના તાબામાં જતાં દેશી વેપારીઓએ અહીંને માલ વેચાતે લેવો નહીં, અથવા એક જગ્યાને માલ બીજી જગ્યાએ લઈ જઈવેચે નહીં એવો સખત બંદોબસ્ત કરવામાં આવ્યું. આ ગોઠવણની રૂએ ગમે તેટલી કિંમત આપતાં દેશમાં તૈયાર થયેલે માલ અંગ્રેજો સિવાય બીજા કોઈને મળતો બંધ થયો. હજારો વર્ષથી એશિયા ખંડના સર્વ ભાગમાંથી વેપારીઓનાં ટોળે ટોળાં હિંદુસ્તાનમાં જુદે જુદે ઠેકાણે ઉતરી પડતાં અને છૂટથી વેપાર કરતાં તેઓ હવે બંગાળામાં પગ મુકી શક્યાં નહીં. વળી પુષ્કળ ખેટાં નાણું પ્રજાના વપરાશમાં આવ્યાં. અંગ્રેજોને સિક્કા પાડવાને અધિકાર મળ્યો હતું, અને આ સિક્કાનાં વજન અને કિમત ઠરાવી આપવામાં આવ્યાં હતાં. હિંદુસ્તાનની મેહરને ભાવ ઘણું ખરું સોનાચાંદીની કિંમત ઉપર