________________ 658 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પગાર વધારવા જેવો યોગ્ય ઉપાય તેઓએ મંજુર કર્યો નહીં. આથી કલાઈવના હાથ બંધાઈ ગયા. તેના વિચાર પ્રમાણે ખાનગી વેપાર બંધ કર્યા વિના અહીંને કારભાર સુધરી શકવાને નથી,પણ એ વેપાર અટકાવવા ઉપરિ અધિકારીઓની પરવાનગી નહાતી એટલે આવી પડેલી મુશ્કેલીમાંથી નીકળવા તેણે બીજા ઉપાય યોજ્યા. એ પણ નિષ્ફળ જવાથી પૂર્વને ઘેટાળો કમી થયે નહીં. હિંદુસ્તાનમાંની અવ્યવસ્થા માટે વધારેજ બૂમાટે થશે. કેટલેક વખત બાદ આ અવ્યવસ્થા માટે પાર્લામેન્ટ તરફથી તપાસ થઈ હિંદુસ્તાનના કારભાર તરફ વધારે લક્ષ અપાવવા લાગ્યું, છતાં આ ખાનગી વેપાર બંધ પડતાં ઘણે વખત નીકળી ગયો. પ્રથમ ક્લાઈવે જકાતની માફીના પરવાનાનું ખોખું તૈયાર કરી અમલદરેએજ તે આપવા માટે હુકમ કહાડે, અને તેમ કરી ગમે તેણે પરવાને આપવાને વહિવટ બંધ કર્યો. તેણે કરેલી બીજી અનેક તજવીજેને પરિણામે કંપનીના તેમજ ખાનગી વેપાર ઉપર સરકારની દેખરેખ નક્કી થઈ ખાનગી વેપાર માટેની નવી ગઠવણની રૂએ મીઠું, તંબાકુ અને સોપારીને વેપાર કંપનીના નેકરેએ ચલાવવાનું હતું, અને તેમાં સઘળાએ મળી બત્રીસ લાખ ભંડળ એક કરવાનું હતું. આ ભંડોળ ઉપર દરસાલ સેંકડે પચાસથી સે ટકા નફે થશે એવી અટકળ હતી. આ રકમને અમુક સંખ્યાના ભાગમાં વહેંચી દઈ દરેક અમલદારે પિતતાના દરજ્જા પ્રમાણે કેટલા ભાગ લેવા તે કલાઇવે નિર્દિષ્ટ કર્યું, અને ભાગીદારને પહેલે, બીજો અને ત્રીજે એવા ત્રણ વર્ગ પાડ્યા. આ યોજનાથી દરેક કન્સિલરને બાર મહિને ઓછામાં ઓછે સત્તર હજારને નફે થવાની તેણે ગણત્રી કરી હતી. ઉપલી ત્રણે ચીજોનો મકતે ઠરાવવામાં આવ્યાથી સરકારે પરવાનગી આપેલા માણસે સિવાય બીજા કેઈથી તે પકાવી તેમ વેચી શકાતી નહીં; તૈયાર થયેલે માલ વેપારી ભાવે એકદમ વેચાતે લે, અને તે નક્કી કરેલે ઠેકાણે અમુક દરે લેકેને વેચો એ નિબંધ હતું. આ કામ માટે સઘળા ખાનગી વેપારીઓની એક સામાઈક મંડળી ક્લાઈવે બનાવી, અને તેને “કમિટી ઓફ ટેડ” એવું નામ આપ્યું. ઈજારાને લીધે