________________ 656 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પ્રાયટર્સ વારંવાર બદલાતી હોવાથી હિંદુસ્તાન માટે એક કાયમની પદ્ધતિ ઠરાવી આપવા કાજે કઈપણ જોખમદાર નહોતું. ઘણી ગડબડ થાય તે ત્યાંથી થોડી તપાસ થતી, પણ તેમને હાથે જાથનો બંદોબસ્ત થવું મુશ્કેલ હતું. આ અન્યાય બંધ કરવા માટે કેટલાક તરફથી જુદા જુદા ઉપાયે સૂચવવામાં આવ્યા હતા. ઇંગ્લંડના રાજાએ બંગાળાનું રાજ્ય પિતાના તાબામાં લઈ લેવું થતા પાર્લામેન્ટ સઘળી વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવી, એવો એક મુખ્ય ઉપાય સૂચવાયો હતો. બીજા ઉપાય તરીકે હિંદુસ્તાનને વેપાર સર્વ કોઈ માટે ખુલ્લું મુકવાનું હતું. આ વેપારમાં હિંદી લોકોને બીજાઓની માફક છુટ મળતાં તેમની પાસેની ગુપ્ત પડી રહેલી અઢળક દેલત ફરતી થશે અને તેથી કરી ઉભય રાષ્ટ્રને ફાયદો થશે એવી સૂચના થઈ હતી. વળી ન્યાયના કામમાં કંપનીએ ગડબડ કરવી નહીં. કોઈને ગેરકાયદે પકડી કેદ અથવા હદપાર કરવા નહીં, વેપાર સઘળા માટે ખુલ્લું મુક, અને હિંદુસ્તાનમાં જઈ વસવા માટે દરેક અંગ્રેજને પરવાનગી આપવી, એવી એક યોજના હતી. આવી કંઈ કાયમની યોજના કરવામાં આવતાં હિંદુસ્તાનનું રાજ્ય એકંદર બ્રિટિશ સામ્રાજ્યના મુગટ ઉપરનું રત્ન થશે, અને તેથી બ્રિટિશ રાજયની સત્તા અને સંપત્તિ વધશે એવી મતલબનું લખાણ સને ૧૭૭ર માં બેટસ (Bolts) નામના ગૃહસ્થ પ્રસિદ્ધ કર્યું હતું. 2, મીઠું, તંબાકુ અને સોપારીને નવો ઇજારે-કંપનીના નેકરને પગાર ટુંકે હેવાથી આ દેશમાં કિનારે કિનારે થોડે ઘણે ખાનગી વેપાર ચલાવવાની પરવાનગી તેમને કંપની તરફથી મળી હતી. કંપનીનાં 300-400 ટનનાં મોટાં વહાણે હમેશાં વપરાસમાં રહેતાં પણ આસરે 100 ટન આકારનાં નાનાં વહાણે ઘણું હોવાથી તેમાંનાં કેટલાંક ચીનથી ઈરાન સુધી ફરતાં, અને બાકીનાં નકામાં પડી રહેતાં તે આ નેકરને ભાડે આપી કંઈક ફાયદે મેળવવાનો ઠરાવ કંપનીએ સને 1710 ના અરસામાં કર્યો હતો. વેપાર વધતાં આ ખાનગી વેપાર માટે ફરીઆદ કરવાનું કોઈને કારણું રહ્યું નહીં. આ પ્રમાણે